રાજકોટ સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેશનમાં એડવાન્સ બુકિંગ માટે મુસાફરોનો ધસારો

January 11, 2019 at 3:15 pm


રાજકોટ સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેશનમાં આજે સવારથી એડવાન્સ બુકિંગ માટે મુસાફરોએ ધસારો કર્યો હોવાનું જાણવા મળે છે. મકરસંક્રાંતિ પર્વની રજામાં આ વર્ષે શનિ-રવિ-સોમ એ મુજબ ત્રણ દિવસની રજાનો સુભગ સમન્વય થતો હોય અનેક શહેરીજનો સહપરિવાર રજાઆે માણવા ફરવા જવાનું આયોજન કરી એસ.ટી.બસમાં એડવાન્સ બુકિંગ માટે લાઈનો લગાવી રહ્યા છે.
વધુમાં ડેપો મેનેજર નિશાંત વરમોરાએ જણાવ્યું હતું કે અમદાવાદ, ઉના તેમજ ફરવાલાયક સ્થળોના રૂટ પર જરૂરિયાત મુજબ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન તૈયાર રખાયું છે.

print

Comments

comments

VOTING POLL