રાજનીતિમાં એન્ટ્રી કરવી અંગુરીભાભીને પડી ભારી, કોંગ્રેસમાં જોડાતા જ ફેન્સે કહ્યું- ‘ઈસ બાર ગલત પકડે હૈ.

February 6, 2019 at 7:38 pm


ટેલીવિઝનના નાના પડદાની અદાકારા અને સીરિયલ ભાભી જી ઘર પર હૈ ફેમ શિલ્પા શિંદે રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે.

જાણવા મળતી માહિતી મુજબ, બિગ બોસ 11ની વિજેતા શિલ્પા શિંદે કોંગ્રેસમાં સામેલ થઈ છે, એટલે કે બિગબોસ 11ની વિનર રહી ચૂકેલી એકટ્રેસ શિલ્પા શિંદે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગઈ છે, તેને મંગળવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમ તથા ચરણ સિંહ સપરાની હાજરીમાં પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી, શિલ્પા શિંદેના કોંગ્રેસમાં જોડાયા બાદ સોશિયલ મીડિયામાં અવનવા જોક્સ વાયરલ થવા લાગ્યા હતા, જેમાં શિલ્પાની મજાક ઉડાવાઈ હતી,



શિલ્પાએ પોતાનું ટેલીવૂઝન ડેબ્યૂ 1999માં કર્યું હતું. તેણે ભાભીજી ઘર પર હૈ માં અંગૂરી ભાભીની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. તેણે 2016ની શરૂઆતમાં શો છોડ્યો હતો. ઓક્ટોબર 2017માં શિલ્પાએ રિયાલિટી ટીવી શો બિગ બોસ 11માં ભાગ લીધો અને અંતે 14 જાન્યુઆરી 2018ના રોજ જીત્યો હતો.



સોશિયલ મીડિયામાં શિલ્પાના કેટલાક ફેન્સે તેનું સ્વાગત કર્યું હતું તો કેટલાક ફેન્સે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી, અને લખ્યું હતું કે, ઈસ બાર ગલત પકડે હૈ….



શિલ્પા શિંદેનો જન્મ 28 ઓગસ્ટ 1977ના રોજ મહારાષ્ટ્રના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતા ડો. સત્યદેવ શિંદે હાઈ કોર્ટમાં જજ હતા, જ્યારે તેની માતા ગીતા સત્યદેવ શિંગે એક ગૃહિણી હતી. શિલ્પાને બે મોટી બહેન અને એક નાનો ભાઈ છે. તે કેસી કોલેજ, મુંબઈની મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની હતી, પરંતુ સ્નાતકની ડિગ્રી મેળવી શકી ન હતી. તેના પિતા ઈચ્છતા હતા કે તે કાયદાનો અભ્યાસ કરે પરંતુ તેને તેમાં કોઈ રૂચી ન હતી. પોતાની અભિનયની રૂચીને લઈ પિતાએ એક વર્ષનો સમય આપ્યો ત્યારે આજે શિલ્પા ઘર ઘરમાં ફેમસ છે.


print

Comments

comments

VOTING POLL