રાજયના કુલ ૨૦૩ જળાશયો પૈકી ૫૯ હાઈ એલર્ટ પર રહ્યા

August 12, 2017 at 11:41 am


રાજયના જળ સંપત્તિ વિભાગ દ્વારા મળેલા અહેવાલ મુજબ તા. ૧૧.૮.૨૦૧૭ના રોજ સવારે ૮.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના કુલ ૨૦૩ જળાશયો પૈકી ૫૯ જળાશયો હાઈએલર્ટ, ૧૯ જળાશયો એલર્ટ તેમજ ૧૮ જળાશયોને ચેતવણી આપવામાં આવી છે. રાજયના ૨૦૩ જળાશયોના પાણી સંગ્રહની ક્ષમતા ૧૫૭૭૦.૩૯ મિલીયન ક્યુબીક મીટર પૈકી હાલ ૯૩૬૮.૦૮ મીલીયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે એટલે કે ૫૯.૩૬ ટકા જેટલા જળાશયો ભરાયા છે. રાજયની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ તેની કુલ ૧૩૮.૬૮ની સામે ૧૨૨.૧૨ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૫૬.૦૫ ટકા ભરાયો છે.

રાજયના જે જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાયા છે, તેમાં દાંતીવાડા, ધોળી, મચ્છનાળા, કબુતરી, ઉમરીયા, કાળી-૨, દોસવાડા, જુજ, સાણધ્રો, ફતેહગઢ, ગજણસાર, મિત્તિ, ઉન્ડ-૧, સાસોઈ, પુના, રૂપારેલ, કંકાવટી, સાપડા, સોનમતી, વેરાડી, કાબરકા, સોરઠી, વેરિ, ન્યારી-૧, મચ્છુ-૨ આજી-૧, આજી-૩, લાલપરી, ધોડાધ્રોઈ, ખોડાપીપર, ડેમી-૧ ધેલો-એસ, ફદાન્ગબેટી, સુખભાદર, વચ્છાપરિ, ધારી, ધોળીધજા, બલદેવા, નીમ્બમની વાંસલ, બ્રહ્માણી, લીંબડી ભોગાવો-૧, મોર્શલ, રામિ, સબુરી, ત્રિવેણીથંગા, વેરાડી-૨, મીનસર, કેલીયા, ભાદર (પી), મુક્તેશ્વર, પિગુટ, ધરોઈ, હરણાવ-૨, નાયકા, વર્તુ-૧ અને કડાણા મળી કુલ ૫૯ જળાશયો હાઈએલર્ટ જાહેર કરાયા છે.

પાનમ, વડીયા, રંગમતી, સુવી, સન્ક્રોલી, સાની, ડેમી-૩, આજી-૨, વેણી-૨, કર્માલ, ન્યારી-૨, સિપુ, વાઈડી, વર્તુ-૨, ઉન્ડ-૨, કબીર સરોવર, હડફ, ભાદર-૨ અને સર્વો મળી કુલ ૧૯ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત અન્ય ૧૮ જળાશયોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL