રાજયસભાની ચૂંટણીમાં આવતીકાલે ખરાખરીના ખેલ થશે: અહેમદ પટેલ માટે ફકત કપરા નહીં, જોખમી ચઢાણ

August 7, 2017 at 8:55 pm


આમ તો જનરલ્લી ઈલેકશન હંમેશા જાત જાતની ચચર્ઓિ જગાવતા જ રહ્યા છે અને ઈલેકશનના ખેલ જનતા વર્ષોથી નિહાળી રહી છે પરંતુ ગુજરાતમાં યોજાનારી રાજયસભાની ત્રણ બેઠકોની ચૂંટણી હવે ટોક ઓફ ધ સ્ટેટ નહીં બલ્કે ટોક ઓફ ધ નેશન બની ગઈ છે. મંગળવાર એટલે કે તા. 8મીએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતના મુખ્ય હરિફ રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ બંનેની છાવણીઓમાં અંતિમ ક્ષણની તૈયારીઓ પુરી કરવામાં આવી છે. ભાજપ્ના માસ્ટર માઈન્ડોએ શતરંજ બિછાવી દીધી છે અને સામા પક્ષે કોંગ્રેસના પ્યાદા નબળા દેખાય છે અને તેની ચાલમાં કોઈ ખાસ દમ દેખાતો નથી. આઠમી તારીખે શું થશે, કોંગ્રેસના કેટલા મત તૂટશે અને ભાજપ પોતાના અગાઉના પ્લાન મુજબ કેવી રીતે સફળ રહેશે તેના પર જ સૌની મીટ મંડાઈ રહી છે. ખાસ કરીને કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીના વર્ષોથી ખાસ રાજકીય સલાહકાર તરીકેની ભુમિકામાં રહેલા અને ટોચના રાજનેતા ગણાતા અહેમદ પટેલની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. રાજકીય ગલીયારામાં આમ તો જેટલા મોઢા એટલી વાતો સાંભળવા મળી રહી છે પરંતુ વર્ષોથી રાજકીય ગતિવિધીઓ પર ચશ્મા ચડાવીને વિહંગાવલોકન કરી રહેલા કેટલાક નિષ્ણાતોને એવી શંકા છે કે અહેમદ પટેલની સીટ પર ખરેખં જોખમ છે.

કોંગ્રેસના છ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે અને એક જમાનામાં અહેમદ પટેલની નજીક ગણાતા લોકો પણ હવે વાડ ઠેકી રહ્યા છે. હજુ પણ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી પુરેપુરી શકયતા છે અને આમ કોંગ્રેસ પોતાની શતરંજને વેરવિખેર જોઈ રહી છે. મતદાનના દિવસે જ કોઈ મોટા ખેલ થઈ શકે છે તેવી ચચર્એિ પણ ભારે જોર પકડયું છે. કોંગ્રેસે પોતાના કેમ્પ્ને બચાવવા માટે 44 ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં રાખ્યા છે અને નાના નાના જૂથમાં એમને ફરી પાછા ગુજરાત લાવવામાં આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની છે પરંતુ અત્યારે એવુ દેખાય છે કે ભાજપ્ના પ્રમુખ અમિત શાહની ફિરકીમાં કોંગ્રેસ બરોબર વિટાઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાના ભાજપ્ના 121, કોંગ્રેસના 51, એનસીપીના 2, જનતા દળ (યુ)ના 1 અને એક અપક્ષ ધારાસભ્ય છે. જીત માટે ઉમેદવારને 44 મત જોઈએ. હવે આવી સ્થિતિમાં જો શંકરસિંહ વાઘેલા અને એમના ટેકેદાર ધારાસભ્યો ‘નોટા’નો ઉપયોગ કરશે તો કોંગ્રેસની બાજી ઉંધી જ વળી ગઈ છે તેમ માની લેવામાં જરાય વાંધો નથી.
અહેમદ પટેલની સીટ માત્ર એમના માટે જ નહીં બલ્કે કોંગ્રેસ પાર્ટી માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગઈ છે. જુના રાજકીય જોગીઓ એવી ચચર્િ કરતાં સંભળાય છે કે નરેન્દ્ર મોદીની ખુબ જ નજીક જવાની અને એમની સાથે સોફટ સોફટ સંબંધો રાખવાની અહેમદ પટેલની રાજકીય કુનેહ હવે એમના માટે જ કાંટાની જાળ બની ગઈ હોય એવું દેખાય છે. ગુજરાતમાં કોંગ્રેસને એકદમ મજબુત બનાવવામાં અહેમદ પટેલની આળસ સૌ માટે આશ્ર્ચર્ય સમાન હતી જ અને એટલા માટે જ અહેમદ પટેલ વિશે હવે એવું પણ કહેવાય છે કે એમને હાથના કયર્િ હૈયે વાગી રહ્યા છે. ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની સબળ ભુમિકા જ રહી નથી અને તેનો ફાયદો લઈને ભાજપે પોતાના મુળીયા ઉંડા નાખી દીધા છે અને કોંગ્રેસની આવી હાલત માટે અહેમદ પટેલ સહિતના કેટલાક ટોચના નેતાઓને રાજકીય નિરીક્ષકો જવાબદાર માની રહ્યા છે. જો કે રાજયસભાની આ વખતની ચૂંટણીમાં નોટાનો રોલ પણ ગજબનાક રહેવાનો છે. નોટા પર કોની કોની આંગળી પડે છે તે પણ ભારે રસપ્રદ રહેશે અને નોટાને લીધે આ ચૂંટણી વધુ દિલધડક બની ગઈ છે. ચચર્િ તો એવી પણ સંભળાય છે કે શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના 7 ધારાસભ્યો કદાચ નોટા પર આંગળી અજમાવે તો નવાઈ નહીં. અત્યાર સુધી એનસીપી તરફથી કોંગ્રેસને ઘણી આશા હતી પરંતુ શુક્રવારે એનસીપીએ પણ પોતાના વલણમાં વળાંક બતાવીને એમ જાહેર કર્યુ હતું કે મતદાનના દિવસે જ ફેંસલો થશે આ પહેલા એનસીપીએ અહેમદ પટેલને સમર્થન આપવાની ખાતરી આપી હતી.

ગુજરાતમાં કોંગ્રેસના પાયાને નબળા રાખવા પાછળ સામાન્ય રીતે તો તેના ટોચના નેતાઓ જવાબદાર હોય છે અને ગુજરાતની કોંગ્રેસમાં પ્રદેશ સ્તરે પણ પાર્ટીના નેતાઓની અંદર ભારે વિખવાદ અને મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે અને તે કયારેક કયારેક જ બહાર આવે છે. રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નબળાઈ ઉડીને આંખે વળગી રહી છે અને તેની નબળાઈ પાછળ ખુદ અહેમદ પટેલ પણ જવાબદાર છે. કોંગ્રેસમાંથી હજુ પણ કેટલાક ધારાસભ્યોના રાજીનામા પડશે તેવી પણ વ્યાપક ચચર્િ છે અને ખાસ કરીને જામનગરના હકુભા અને રાઘવજી પટેલ પણ કદાચ આઠમી તારીખે જ રાજીનામા ધરે તેવી બાજી પણ ગોઠવાઈ હોવાનું સંભળાય છે. ટૂંકમાં અહેમદ પટેલની સીટ પર પુરેપુરી રીતે જોખમ ઝળુંબી રહ્યું છે અને કેટલાક પોલિટિકલ એનાલીસ્ટો અહેમદ પટેલની હારને અરીસામાં જોઈ રહ્યા છે. હવે તો કોઈ ચમત્કાર જ અહેમદ પટેલને જીતાડી શકે તેવી સ્થિતિનું નિમર્ણિ થયું છે. આશ્ર્ચર્યની વાત એ છે કે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે અહેમદ પટેલે વર્ષોથી સેવા કરી છે અને એમના કહેવાથી સરકારો બદલાતી અને બનતી રહી છે પરંતુ આવી વ્યક્તિ ખુદ પોતાની સીટ બચાવવા માટે વલખા મારી રહી છે તે ખરેખર સૌ માટે ઉંડા આશ્ર્ચર્યની વાત છે. તા.8મીએ રાજયસભાની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે શું શું ખેલ થવાના છે તેનાથી તો આપણે બધા વાકેફ થવાના જ છીએ પરંતુ એ પહેલાનું રાજકારણ એમ બતાવે છે કે અહેમદ પટેલ માટે આ વખતે ચઢાણ માત્ર કપરા જ નથી બલ્કે જોખમી પણ બની ગયા છે.

print

Comments

comments

VOTING POLL