રાજસ્થાનમાં એક એવું ગામ જ્યાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રાજ્યપાલ રહે છે!!

April 17, 2017 at 12:14 pm


જો તમને કોઇ ફોન કરીને કહે કે રાષ્ટ્રપતિજી બકરાં ચરાવવા ગયા છે અથવા તો પછી પ્રધાનમંત્રી જીવનાવશ્યક ચીજવસ્તુની ખરીદી કરવા શહેરમાં ગયા છે તો આશ્ર્યર્ય નહીં પામતા. સેમસંગ અથવા એન્ડ્રોઇડના ફોન પરથી કોઈ ડોક્ટરને ફોન કરીને ડિસેન્ટ્રી (અતિસાર, ઝાડા) માટે દવા પ્રિસ્ક્રાઈબ કરવા કહે તો એમાં કશું અસાધારણ નથી.

આ નામો છે રાજસ્થાનના રામનગર ગામના લોકોના. જિલ્લા મુખ્યાલયથી દસ કિલોમીટરના અંતરે આવેલા કાન્જર સમુદાયના 500 લોકોની વસતિ ધરાવતા રામનગર ગામમાં આવા ચિત્રવિચિત્ર નામ પાડવામાં આવે છે. આ જિલ્લામાં ટોચના હોદ્દા પર બિરાજતા મહાનુભાવો, અને મોબાઇલ બ્રાન્ડ્સ પરથી લોકોનાં નામ પાડવામાં આવે તેની કોઈ નવાઈ નથી.

એટલે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સેમસંગ અને ઍન્ડ્રોઈડ ઉપરાંત બીજા એવાં છે, જેમના નામ સિમ કાર્ડ, ચિપ, જિઓની, મિસકોલ રાજ્યપાલ અને હાઈ કોર્ટ પાડવામાં આવ્યાં છે.ગામડાંમાં મોટાભાગે નિરક્ષર કે અભણ લોકો હોય છે તેમના નામ કંઈ બીજું હોય છે. બન્યું એવું કે જિલ્લા કલેક્ટર ગામની મુલાકાતે આવ્યા તેમનાથી અંજાઈ ગયેલી એક મહિલાએ પોતાના પૌત્રનું નામ કલેક્ટર પાડયું. તે કદી સ્કૂલે ગયો નથી. અને હાલ તે પચાસ વર્ષનો છે.

અનેક જણ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે. તેમને પોલીસ સ્ટેશને અને કોર્ટમાં વારંવાર જવું પડતું હોય છે. અધિકારીઓના પ્રભાવ હેઠળ આવી ગયેલા લોકો પોતાના બાળકોનાં નામ પોસ્ટ્સ અને ઑફિસો જેમ કે આઇજી, એસપી, હવાલદાર, મેજિસ્ટ્રેટ પાડતા હોવાનું ગામની સરકારી સ્કૂલના એક શિક્ષકે જણાવ્યું હતું. ઇન્દિરા ગાંધીના એક ફેનએ પોતાના પરિવારના સભ્યોના નામ સોનિયા રાહુલ અને પ્રિયંકા પાડ્યા છે.

ગામમાં અતિશય ક્રોધી દિવ્યાંગ વ્યકિતનું નામ હાઈ કોર્ટ પાડવામાં આવ્યું છે. તેના જન્મ સમયે દાદાને હાઈ કોર્ટે જામીન આપ્યા એટલે તેનું નામ હાઈ કોર્ટ રાખવામાં આવ્યું.

રસપ્રદ વાત એ છે કે જિલ્લાના નૈનવારા પ્રદેશમાં વસતા વણઝારા કોમના લોકોએ પોતાના બાળકોનાં નામ મોબાઈલ બ્રાન્ડ્સ અને એસેસરીસ પરથી પાડ્યા છે. અરિન્યા ગામની મીણા કોમની મહિલાઓ અને યુવતીઓના નામ નમકીન, ફોટોબાઈ, જલેબી, મિઠાઈ, અને ફાલતુ છે.

print

Comments

comments

VOTING POLL