રાજુલામાં વીજળીના કડાકા ભડાકા સાથે એક ઈંચ વરસાદ: ઉભા પાકને નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં

October 12, 2017 at 12:36 pm


રાજુલામાં ગઈકાલે રાતથી વીજળીના કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદ ચાલુ થયો હતો જે આજે સવારે પણ ચાલુ રહ્યો હતો અને એક ઈંચ જેવો વરસાદ ખાબકયો હતો. કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ અને દાતરડી સહિતના પંથકમાં ગઈકાલે રાત્રીના 9 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ઠંડો પવન પુરપાટ ઝડપે ફુંકાયો હતો. ત્યારે મીની વાવાઝોડા જેવા દ્રશ્યો થોડીવાર માટે સર્જાયા હતા. આ પ્રકારનું વાતાવરણ બે કલાક માટે જોવા મળ્યું હતું અને દિવાળીએ રોશની કરી હોય તેવા વીજળીના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ત્યારબાદ આખી રાત ઝરમર વરસાદ વરસ્યો હતો અને સવારથી પણ વરસાદ સતત ચાલુ રહ્યો છે જે મુજબ એક ઈંચ જેવો વરસાદ પડયો છે. આ પ્રકારના કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને મુશ્કેલીમાં મુકાયા છે.

print

Comments

comments

VOTING POLL