રાજૌરી-જમ્મુમાં અંકુશરેખા પાસે ફરી ભીષણ ગાેળીબાર

February 28, 2018 at 7:59 pm


યુદ્ધવિરામનાે ભંગ કરીને પાેતાની ગતિવિધિને વધુ તીવ્ર બનાવીને પાકિસ્તાની સૈનિકોએ રાજૌરી અને જમ્મુ જિલ્લાના સુંદરબની, નાૈશેરા અને ખોર સેક્ટરમાં અંકુશરેખાની નજીક અિગ્રમ વિસ્તારોમાં ફરી ગાેળીબાર કયોૅ છે. પાકિસ્તાન તરફથી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ પણ જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી જેના લીધે પાકિસ્તાની સૈનિકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લામાં અંકુશરેખાની નજીક નાૈશેરા, કલલ અને સુંદરબની સેક્ટરમાં ગાેળીબાર કયોૅ હતાે. આજે સવારે 10.30 વાગે યુદ્ધવિરામનાે ભંગ કરીને ગાેળીબાર કરવામાં આવ્યા બાદ સ્થિતિ વણસી ગઇ હતી. પાેલીસે માહિતી આપતા કહ્યું છે કે, પાકિસ્તાની સેનાએ ગઇકાલે રાત્રે ખોર સેક્ટરના ચકાલા અને બાલ્દુ વિસ્તારમાં યુદ્ધવિરામનાે ભંગ કરીને ગાેળીબાર કયોૅ હતાે. ભારતીય સેનાએ પણ જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાની સેના દ્વારા છેલ્લા કેટલાક દિવસથી અવિરત ગાેળીબાર કરવામાં આવી રહ્યાાે છે જેથી આંતરરા»ટ્રીય સરહદ અને અંકુશ રેખા ઉપર વિસ્ફોટક સ્થિતિ પ્રવતીૅ રહી છે.

રાજૌરી જિલ્લામાં અંકુશરેખાની નજીક અિગ્રમ ચોકી અને નાગરિક વિસ્તારોમાં ગાેળીબાર કરવામાં આવ્યો હતાે. સુરક્ષાના પગલા લઇને રાજૌરી જિલ્લા અને પૂંચ જિલ્લાના મેનધાર સેક્ટરમાં અંકુશરેખાની નજીક 72 સ્કુલોને બંધ કરાવી દેવામાં આવી હતી. પાકિસ્તાની સેના દ્વારા 22મી જાન્યુઆરી બાદથી આંતરરા»ટ્રીય સરહદની નજીક યુદ્ધવિરામ ભંગને લઇને કોઇ અહેવાલ આવી રહ્યાા ન હતા પરંતુ આતંકવાદીઆેને ઘુસાડવાના હેતુસર વારંવાર ગાેળીબાર કરવામાં આવી રહ્યાાે છે. આજે ફરી એકવાર જમ્મુમાં અંકુશરેખા નજીક ગાેળીબાર કરવામાં આવ્યા બાદ નાગરિક વિસ્તારોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

print

Comments

comments

VOTING POLL