રાજ્યના ત્રણ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને એક હજારની ટોકન કિંમતે ટેબલેટનું વિતરણ

August 12, 2017 at 11:46 am


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના યુવાધનને વર્લ્ડ કલાસ યુથ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અમારે યુવાનોને ન્યુ એઈજ વોટર નહિ, ન્યુ એઈજ પાવર બનાવવા છે. આ સંદર્ભમાં વિજય રૂપાણીએ કહ્યું કે, ૨૧મી સદીના જ્ઞાન વિજ્ઞાનના યુગમાં ગુજરાતની યુવાશક્તિ વિશ્વની બરોબરી કરી શકે તે માટે શિક્ષણમાં આધુનિક ઉપકરણોના વિનિયોગનો નવતર અભિગમ આ સરકારે અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ અમદાવાદમાં રાજય સરકારની યુવા શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ યોજના તહેત કોલેજ ઈજનેરી પોલિટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર છાત્રોને ૧૦૦૦ની ટોકન કિંમતે ટેબ્લેટ વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપÂસ્થતિમાં વિજય રૂપાણીએ નમો ઈ-ટેબ-ન્યુ એવન્યુઝ ઓફ મોર્ડન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટનું વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોને તેમના હાથમાં વિશ્વના પ્રવાહોની જ્ઞાન સંપદા આપવાની તક આ સરકારે આ ટેબ્લેટ યોજનાથી સાકાર કરી છે. ગુજરાતમાં આ વર્ષ માર્ચ-એપ્રિલ-૨૦૧૭માં ધો.૧૨ અને ૧૦ની પરિક્ષાઓમાં ઉર્તિણ થઈ કોલેજ-પોલિટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા સાડા ત્રણ લાખ યુવાછાત્રોને માત્ર-૧૦૦૦ રૂપિયાની ટોકન કિંમતે આ ટેબ્લેટ આપવા માટે સરકારે બજેટમાં ૨૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. વિજય રૂપાણી કહ્યું કે, ચૂંટણીઓ આવે એટલે ખોટા વાયદા વાતો કરનારા લોકો નથી. અમે તો રાજ્યની યુવાશક્તિને ડેમોગ્રાફીક ડીવીડન્ડને અવસર તક આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યુ ઈન્ડીયાના સપનાને સાકાર કરવા પ્રતિબધ્ધ છીએ. આ ટેબ્લેટનો શિક્ષણ સુવિધામાં ઉપયોગ કરીને રાજ્યનો યુવાન વિશ્વ વિદ્યાર્થી બનશે અને પુસ્તકો, જર્નલ, નોટબુક રેફરન્સ સાહિત્ય બધુ તેની હથેળીમાં આ ટેબ્લેટ મુકી દેશે તેવું ભાર વિનાનું ભણતર અને ન્યુ ઈન્ડીયા ડિઝીટલ ઈન્ડીયા બનશે તે નિર્વિવાદ છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુ

ખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજયના યુવાનોને ૧૦૦૦ની ટોકન કિંમતે જે ટેબ્લેટ આપી રહ્યા છે તેની ૩૦ કરોડ જેટલી ટોકન એમાઉન્ટ પણ યુવા વિદ્યાર્થીઓના જ હિતમાં સરકાર ઉપયોગ કરશે. આ રકમમાંથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ વાઈ-ફાઈ કરાશે, ડિઝીટલ કલાસરૂમનું નિર્માણ થશે, ઈ-લાયબ્રેરીની સુવિધાઓ સુદ્રઢ કરવા તથા ઈ-લેકચર્સના આયોજન કરીને વિદ્યાર્થી વર્ગોને શ્રેષ્ઠત્તમ જ્ઞાન-કૌશલ્ય આપવાની નેમ મુખ્યમંત્રીએ દર્શાવી હતી. મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું કે, આજના વૈશ્વિક સ્પર્ધાના યુગમાં ગુજરાતનો યુવાન બે ડગલાં આગળ ચાલે તેવી નેમ સાથે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ, મરિન, રક્ષાશક્તિ, ઓર્ગેનિક, લો, પેટ્રોલિયમ જેવી વિશ્વકક્ષાની યુનિવર્સિટીઓ શરૂ કરી છે. અમે હવે પ્રધાનમંત્રીના સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના આધાર ઉપર રાજ્યના હોનહાર યુવાનોના ઈનોવેટીવ વિચારોને મૂર્તિમંત કરવા સંકલ્પ કર્યો છે. આ ટેબ્લેટ તે દિશામાં એક મહત્વપૂર્ણ કદમ બનશે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. તેમણે રાજયના યુવાનોને જાબ સિકર નહિ, જાબ ગીવર બનાવવાની પહેલરૂપ ભૂમિકાની પણ છણાવટ કરી હતી. મુખ્યમંત્રીએ યુવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું કે, સરકારે વિશ્વનો જ્ઞાન ભંડાર તેમની હથેળીમાં મુક્યો છે ત્યારે યુવાશક્તિ ગાંધી, સરદાર, નર્મદ અને નરેન્દ્ર મોદીના ગુજરાતને દિવ્ય ભવ્ય બનાવી ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવામાં સંવાહન બને. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સતત આયોજન થતું રહે છે. પરંતુ નવા ગુજરાત, નવી પેઢી ગુજરાતને આગળ લઈ જવાની છે ત્યારે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે પૈકી નમો ઈ-ટેબલેટનું આયોજન પણ તેનો એક ભાગ છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસનો એક મોટો ભાગ યુવા વર્ગ-વિદ્યાર્થીઓ છે ત્યારે આ યુવા વર્ગને ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે ચાલુ વર્ષે બજેટમાં ૨૫૦૦૦ કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, દેશમાં પરિવર્તન યુવાનો જ લાવી શકશે અને આ અભિયાન સ્કીલ ઇન્ડિયાના માધ્યમથી પ્રધાનમંત્રીએ યુવાનો જ લાવી શકશે અને આ અભિયાન સ્કીલ ઇન્ડિયાના માધ્યમથી પ્રધાનમંત્રીએ યુવાનોને પ્રોત્સાહન આપ્યું છે ત્યારે મેઈક ઈન ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા યુવાનોને તેમણે આહવાન કર્યું હતું. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, બદલાવ યુવાનો દ્વારા આવતો હોય છે. પહેલા પેનની જરૂર હતી પરંતુ આજે ટેકનોલોજીના યુગમાં કદમથી કદમ મિલાવવા ટેબલેટ જરૂરી છે.

print

Comments

comments

VOTING POLL