રાજ્યની 345 કોલેજોમાં 3597 જગ્યાઆે ખાલીઃ કોલેજોની સ્થિતિ કફોડી

March 13, 2018 at 1:31 pm


રાજ્યમાં શૈક્ષણિક વિકાસ અને ક્રાંતિની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ રીઆલિટી તેના કરતા ઘણી જુદી છે. ઠેર ઠેર કોલેજોની ભરમાર ફૂટી નીકળી છે પરંતુ તેમાં ભણતા લાખો વિદ્યાર્થીઆેના ભણાવનાર જ કોઈ નથી. તેમાં પણ આટ્ર્સ અને કોમર્સ કોલેજની હાલત સૌથી કફોડી છે. જેમાં 72 સરકારી અને 54 ગ્રાન્ટ ઈન કોલેજો મળીને રાજ્યની કુલ 154 આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજોમાં તો પ્રિિન્સપાલ જ નથી.
વાત ફક્ત અહી જ નથી અટકતી, આ તો થઈ શિક્ષણ જગતની ટોપ પોસ્ટની વાત પરંતુ રાજ્યની બધી જ 345 સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજોમાં કુલ 3597 જેટલી પોસ્ટ ખાલી છે. આ માહિતી વિધાનસભામાં પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં સરકારે જણાવી હતી. આ ખાલી જગ્યાઆેમાં પ્રાેફેસર, પ્રિિન્સપાલ અને બીજી વહિવટી જગ્યાઆે પણ સામેલ છે.
જે પૈકી 990 જેટલી જગ્યાઆે સરકારી કોલેજોમાં ખાલી છે જ્યારે 2607 જેટલી જગ્યાઆે ગ્રાન્ટ ઇન કોલેજોમાં ખાલી છે. જો અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો સરકારી કોલેજોમાં 52 પૈકી 30 કોલેજોમાં પ્રિિન્સપાલ જ નથી. તેમજ 189 જેટલા અન્ય પદો પર પણ જગ્યાઆે ખાલી છે. જ્યારે તેની સામે સરકારે અત્યાર સુધીમાં કુલ 454 જેટલી જગ્યાઆે નિયુિક્ત માટે મંજૂર કરી છે.
તો જિલ્લાની ગ્રાન્ટ ઈન કોલેજોમાં વાત કરવામાં આવે તો મંજૂર થયેલ 982 પૈકી ફક્ત 582 જગ્યાઆે પર જ ભરતી કરવામાં આવી છે. જેનો સીધો મતલબ થાય છે કે મંજૂર કર્યા પછી અમદાવાદ જિલ્લાની કોલેજોમાં સરકાર ફક્ત 40% જ જગ્યાઆે પર ભરતી કરી શકી છે. ત્યારે ક્વોલિટી શિક્ષણ સામે પણ એક મોટો સવાલ ઉભો થાય છે.
આ મામલે વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજોમાં ભરતી નહી કરીને સરકાર આ કોલેજોનું માળખું તોડી નાખવા માગે છે અને તેની સામે પ્રાઇવેટ કોલેજને સÙર કરવાનું આ કાવતરું છે. જ્યારે આ મામલે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ભરતી પ્રqક્રયા એક એડમિનિસ્ટ્રેટિવ પ્રાેસેસ છે અને તે ચાલુ જ છે સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કટિબÙ છે.
તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રાેજેક્ટ ચિલ્ડ્રન યુનિવસિર્ટિમાં પણ કુલ મંજૂર કરવામાં આવેલ 56માંથી ફક્ત 10 જગ્યાઆે એટલે કે માત્ર 17.85% જગ્યાઆે પર ભરતી કરવામાં આવી છે.
યુનિવસિર્ટીમાં એક વાઇસ ચાન્સલર, 6 આસિ.પ્રાેફેસર અને 3 ટીચર્સ છે. જ્યારે પ્રાેફેસરની 4 પોસ્ટ અને એસોસિએટ પ્રાેફેસરની 8 પોસ્ટ હજુ સુધી ખાલી જ છે. તો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફમાં પણ 20 જગ્યાઆે ખાલી છે.

print

Comments

comments

VOTING POLL