રાજ્યભરની શાળાઆેમાં ‘મિશન વિદ્યા’ અભિયાનનો પ્રારંભ

July 26, 2018 at 12:06 pm


રાજ્યભરની સરકારી શાળાઆેમાં ગુણવત્તાલક્ષી શિક્ષણના સ્તરનો ગ્રાફ વધુ Kચે લઇ જવા મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજથી તા. 31મી આેગસ્ટ સુધી ચાલનારા ‘મિશન વિદ્યા’ અભિયાન લોન્ચ કર્યું છે. રાજ્યભરની શાળાઆેમાં આજથી શરુ થઇ રહેલા મિશન વિદ્યાનો મુખ્ય હેતુ ધોરણ છ થી આઠના જે વિદ્યાર્થીઆે વાંચન, લેખન અને ગણનામાં અપેક્ષિત સિિÙ સ્તર પ્રાપ્ત કરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઆે પર સમગ તંત્રનું ધ્યાન કેિન્દ્રત કરવામાં આવશે.આ રાજ્ય સરકારના તમામ વિભાગના અધિકારીઆે પણ જોડાશે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સંદર્ભમાં તમામ ધારાસભ્યોને એક પત્ર પાઠવી આ અભિયાનમાં આજે તથા તા,27 અને 28મી જુલાઈ દરમિયાન તેમને અનુકૂળ હોય તેવા એક દિવસ કોઈ એક શાળાની મુલાકાત લેવા વિનંતી કરી છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધારાસભ્યોનો સંપર્ક કરશે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં એપ્રિલ 2018 દરમિયાન યોજાયેલા ગુણોત્સવમાં વિદ્યાર્થીઆેના અભ્યાસ અંગે થયેલા મુલ્યાંકન મુજબ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઆેમાં અનુક્રમે વાંચનમાં 10 ટકા , લેખનમાં 13 ટકા અને ગણનામાં 14 ટકા બાળકો સૌ નબળા રહી ગયા છે. તેમ છતાં આપણા માટે દરેક બાળક મહત્વનું હોય મિશન વિદ્યા આવા નબળા

બાળકો માટે યોજવામાં આવી રહ્યું છે.મિશન વિદ્યા અંતર્ગત રાજ્યની ધોરણ 6 થી 8 ની તમામ શાળાઆેમાં શાળા સમય પહેલા એક કલાક શાળા સમય દરમિયાન બે કલાક એમ દરરોજ કુલ ત્રણ કલાક ઉપચારાત્મક શિક્ષણકાર્ય કરશે. દરેક શિક્ષકને પ્રત્યેક બાળકનું ગુણોત્સવ-8 નું વાંચન, લેખન અને ગંણનનું પરિણામ અગાઉથી આપવામાં આવ્યું છે. જેના આધારે સવારે 10 થી 11 સુધી વાંચન, 11.30 થી 12.30 સુધી ગણન અને બપોર બાદ 15 થી 16 કલાક સુધી લેખનનું શિક્ષણ કાર્ય ચાલશે.

શાળાની મુલાકાત લેવા ધારાસભ્યોને વિનંતી કરતા તેમણે એમ પણ જણાવ્યું છે કે શાળાના સમય પહેલાના એક કલાક દરમિયાન અને શાળા સમય દરમિયાન બે કલાક ઉપચારાત્મક થાય છે કે તેમ તે ચકાસવું. રાજ્યમાં શિક્ષણના આ મહાયજ્ઞમાં સંપૂર્ણ યોગદાન આપવા તેમને ધારાસભ્યોને અપીલ કરી છે.

print

Comments

comments

VOTING POLL