રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું : અમદાવાદમાં ૧૬.૫ ડિગ્રી તાપમાન

February 5, 2018 at 11:36 am


અમદાવાદ સહિત રાજ્યભરમાં મિશ્ર વાતાવરણની સ્થિતિ વચ્ચે ફરી એકવાર ઠંડી ઘટાડો જાવા મળ્યો છે. આજે નલિયામાં ફરી એકવાર લઘુત્તમ તાપમાન ઘટીને ૧૧.૬ ડિગ્રી થયું હતું જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૬.૫ ડિગ્રી થયું હતું. ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. મોડી સાંજે ફુલગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધી શકે છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જાવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે બપોરે અમદાવાદમાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.

ક્યા કેટલું તાપમાન…..

અમદાવાદ સહિત રાજ્યભરમાં મિશ્ર વાતાવરણની સ્થિતિ વચ્ચે આજે લઘુતમ તાપમાનમાં ફરી એકવાર વધારો થયો હતો.રાજ્યમાં કયાં કેટલુ લઘુતમ તાપમાન રહ્યુ તે નીચે મુજબ છે.
સ્થળ તાપમાન (લઘુત્તમ)
અમદાવાદ ૧૬.૫
ડિસા ૧૪.૪
ગાંધીનગર ૧૬
વીવીનગર ૧૭.૧
વડોદરા ૧૪.૬
સુરત ૧૮.૩
વલસાડ ૧૩.૬
અમરેલી ૧૬.૪
ભાવનગર ૧૮
પોરબંદર ૧૬
રાજકોટ ૧૬.૭
સુરેન્દ્રનગર ૧૭.૩
ભુજ ૧૩.૮
નલિયા ૧૧.૬
કંડલા એરપોર્ટ ૧૪.૫
મહુવા ૧૪.૨

print

Comments

comments

VOTING POLL