રાજ્યમાં ઉનાળા દરમિયાન વીજ માંગ વધીને 15652 મેગા વોટ થઈ

April 21, 2017 at 9:49 am


એપ્રિલ માસમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચતા ૧૪મી એપ્રિલના રોજ ૧૫૬૫૨ મેગાવોટ્સ વીજ માંગનો નવો રેકોર્ડ સર્જાયો છે. સરકારી વીજ કંપનીઓ ઉપરાંત ટોરેન્ટ પાવરનો પણ વપરાશ વધ્યો છે અને હાઇએસ્ટ ૨૦૫૮ મેગાવોટ્સ વીજ માંગ નોંધાઇ છે.
ગત વર્ષે સિઝનમાં હાઇએસ્ટ વીજ માંગ ૩૦મી સપ્ટેમ્બરના રોજ ૧૫૧૪૨ મેગાવોટ્સ નોંધાઇ હતી. જે રેકોર્ડ આ વર્ષે એપ્રિલમાં જ તૂટી ગયો છે. એ જોતાં આગામી દિવસોમાં ૧૬ હજાર મેગાવોટ્સનો નવો રેકોર્ડ જોવા મળી શકે છે તેમ વીજ ક્ષેત્રના નિષ્ણાંતો જણાવી રહ્યા છે. રેસિડેન્સિયલ, કોમર્શિયલ અને એગ્રિકલ્ચર તમામ સેક્ટર્સમાં વીજળીની માંગ વધી છે. ઉર્જાક્ષેત્રના નિષ્ણાંત કે. કે. બજાજના જણાવ્યા પ્રમાણે,‘ગરમીનો પારો જે રીતે વધ્યો છે તેના લીધે એસી, કૂલર્સ, પંખા અને ફ્રિઝનો વપરાશ જબરજસ્ત રીતે વધ્યો છે. ગુજરાતમાં સરપ્લસ વીજળી છે અને તેની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ૨૫૧૭૪ મેગાવોટ્સ છે. તેથી ૧૮ હજાર મેગાવોટ વીજળીની માંગને સહેલાઇથી પહોંચી શકાય અને કોઇ પાવર કટ પણ આપવો ના પડે.’

print

Comments

comments

VOTING POLL