રાજ્યમાં પેટ્રાેલ-ડીઝલમાં રૂા. 4 થી 6ના ઘટાડાનો તખ્તાે તૈયાર

October 6, 2017 at 12:14 pm


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મુખ્યપ્રધાન વિજય રુપાણીની વડપણ હેઠળ ચાલતી ભાજપ સરકાર ગમે ત્યારે પેટ્રાેલ અને ડીઝલ પર પ્રતિ લિટર રુ. 4થી 6નો ઘટાડો કરી શકે છે. દેશના પેટ્રાેલિયમ પ્રધાને બે દિવસ પૂર્વે રાજ્યોને પેટ્રાેલ અને ડીઝલ પર લેવાતા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં 5 ટકા સુધીનો ઘટાડો કરવા અપીલ કરી છે તેને સમગ્ર દેશમાં સૌથી પહેલો પ્રતિસાદ ગુજરાતના મુખ્યપ્રધાને આપ્યો હતો. આ ઉપરાંત કેટલાક મહત્વના આર્થિક નિર્ણયોની જાહેરાત પણ એક સપ્તાહમાં રુપાણી સરકાર કરી શકે છે.

ગુજરાતમાં પેટ્રાેલ-ડીઝલ ઉપર સેસ સાથે કુલ વેટ 28 ટકા જેટલો વસૂલ થાય છે. ડિસેમ્બર, 2009માં વિશ્વભરમાં ભયાનક આર્થિક મંદીની અસર ભારતના અર્થતંત્ર ઉપર પડી ત્યારે કેન્દ્રમાં તત્કાલિન મનમોહનસિંહની સરકારે પેટ્રાેલ અને ડીઝલ પરની આયાત જકાત અને એક્સાઇઝમાં ઘટાડો કરી રાજ્યોને પોતાના વેરા ઘટાડવા અપીલ કરી હતી. ત્યારે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર પ્રધાનોની સમિતિ બનાવી તેની ભલામણના આધારે પેટ્રાેલ અને ડીઝલ પરના વેટમાં 3 ટકાનો ઘટાડો કર્યો હતો. અલબત્ત, 2014 પછી પેટ્રાેલ અને ડીઝલની કિંમતોમાં વૈિશ્વક કારણો થતાં ઘટાડાને પગલે રાજ્યની ભાજપ સરકારે વેરાની આવકને જાળવી રાખવા માટે બન્ને પેદાશો પરના વેટ અને સેસના દરમાં વધારો કર્યો હતો. જાન્યુઆરી 2016માં પેટ્રાેલ પરનો વેટ 23 ટકા અને 2 ટકા સેસમાં અનુક્રમે 1 ટકા અને 2 ટકાનો વધારો કરી કુલ 28 ટકા વેરો નિયત કર્યો હતો. ડીઝલ પરનો વેટ 21 ટકા અને 3 ટકા સેસ હતી, તે અનુક્રમે 3 ટકા અને 1 ટકા વધારીને 28 ટકા વેરો નિયત કર્યો હતો. જાન્યુઆરી, 2016માં આના કારણે પેટ્રાેલ અને ડીઝલ અનુક્રમે રુ.1.90 અને રુ.1.82 પ્રતિ લિટર માેંઘુ થયું હતું. ત્યારે પેટ્રાેલ રુ.62 અને ડીઝલ રુ.50 પ્રતિ લિટરની આસપાસ હતા. આજે પેટ્રાેલ રુ.70થી 71 તથા ડીઝલ રુ.62-63ની આસપાસ છે. હવે સરકાર ચૂંટણીને અનુલક્ષીને વેટમાં 5 ટકાનો ઘટાડો કરે તો સરેરાશ રુ.4થી 6 જેટલો પ્રતિ લિટર ઘટાડો થઇ શકે છે.
લોકરંજક જાહેરાત એકાદ બે દિવસમાં થાય તેવી શક્યતા છે, તેમ કહી સૂત્રો ઉમેરે છે કે, શનિ અને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેવા સમયે સંભવતઃ પેટ્રાેલ-ડીઝલ પરના વેટની જાહેરાત કરવામાં આવે તેવી તૈયારી હાલ ચાલી રહી છે.

print

Comments

comments

VOTING POLL