રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પર સહમતિ ન સધાઈ

August 10, 2018 at 10:26 am


રાજ્યસભામાં સર્વસંમતિ ન સધાવવાના લીધે મોનસુન સત્રના છેલ્લા દિવસે ત્રિપલ તલાક બિલ ટળી ગયું છે. રાજ્યસભામાં સહમતિ નહીં રહેતા નિ»ફળતા હાથ લાગી છે. આ બિલ મડાગાંઠના કારણે રજૂ થઇ શક્યુ ન હતું. આજે રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, બિલ પર ગૃહમાં એકતા દેખાતી નથી જેથી આને રજૂ કરી શકાશે નહીં. એક દિવસ પહેલા જ કેન્દ્રીય કેબિનેટે સુધારાને મંજુરી આપી હતી. એમ માનવામાં આવે છે કે, હવે તેને શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. અલબત્ત સરકારની પાસે તેના ઉપર વટહુકમ લાવવા માટેનાે વિકલ્પ રહેલો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવાના પ્રયાસથી ભાજપની પાસે હવે કાેંગ્રેસને ભીંસમાં લેવાની તક મળી ગઈ છે. મોનસુન સત્રના છેલ્લા દિવસે કાેંગ્રેસના સભ્યો દ્વારા ભારે ધાંધલ ધમાલ કરવામાં આવી હતી જેના લીધે રાજ્યસભાની કાર્યવાહી મોકૂફ કરવામાં આવી હતી. સંસદનું મોનસુન સત્ર આજે પૂર્ણ થયું હતું. ત્રિપલ તલાકને વતૅમાન સત્રમાં જ રજૂ કરવાના ભાજપ સરકારના ઇરાદા ઉપર પાણી ફરી વળ્યું છે. આ પહેલા યુપીએના અધ્યક્ષ સાેનિયા ગાંધીએ કહ્યું હતું કે, ત્રિપલ તલાકને લઇને કાેંગ્રેસનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. કાેંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના સભ્યોએ રાફેલ વિમાન સાેદાબાજીમાં અનિયમિતતાને લઇને કેન્દ્ર સરકાર પાસેથી જવાબની માંગ કરીને સંસદ સંકુલમાં સાેનિયા ગાંધીના નેતૃત્વમાં દેખાવો કર્યા હતા. પાટીૅના સભ્યોએ આ મામલામાં સંયુક્ત સંસદીય સમિતિની રચનાની માંગ કરી હતી. કાેંગ્રેસના સભ્યોએ લોકસભામાં આ મુદ્દાે ઉઠાવ્યો હતાે અને નારાબાજી કરી હતી. શૂન્યકાળ દરમિયાન કાેંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કયોૅ હતાે. તે પહેલા રાફેલ વિમાન સાેદાબાજીને લઇને જેપીસી તપાસની માંગ કાેંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ભારે ધાંધલ ધમાલ વચ્ચે ગૃહની કાર્યવાહી બે વખત મોકૂફ કરવી પડી હતી. શૂન્યકાળમાં જ તૃણમુલ કાેંગ્રેસને વ્યવસ્થાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. મુળભુત બિલ લોકસભામાં પસાર કરવામાં આવી ચુક્યું છે પરંતુ રાજ્યસભામાં પેિંન્ડગ છે. અહીં ભાજપના નેતૃત્વમાં એનડીએની પાસે બહુમતિ નથી. કેન્દ્રીય કેબિનેટે ગઇકાલે જ સુધારાને મંજુરી આપી હતી. ગઇકાલે મુÂસ્લમ સમુદાયના ત્રિપલ તલાક સાથે જોડાયેલા સૂચિત કાયદામાં આરોપીને સુનાવણીથી પહેલા જામીન આપવાની જોગવાઈને મંજુરી આપવામાં આવી હતી. હકીકતમાં આ પગલા મારફતે કેન્દ્રીય કેબિનેટે એવી ચિંતાને દૂર કરી હતી કે, ત્રિપલ તલાકની પરંપરાને ગેરકાયદે જાહેર કરવા તથા પતિને ત્રણ વર્ષની સજા આપનાર સૂચિત કાયદામાં ગેરરીતિ રહેલી છે. સૂચિત કાયદામાં હજુ પણ બિનજામીનપાત્ર વ્યવસ્થા છે પરંતુ આરોપી જામીન માંગવા માટે સુનાવણી પહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી શકે છે. બિનજામીનપાત્ર કાયદા હેઠળ જામીન પાેલીસ દ્વારા પાેલીસ સ્ટેશનમાં આપી શકાય તેમ નથી. કાયદામંત્રી રવિશંકર પ્રસાદ કહી ચુક્યા છે કે, આ જોગવાઈ એટલા માટે જોડવામાં આવી છે કે, મેજિસ્ટ્રેટ પÂત્નની રજૂઆતને સાંભળ્યા બાદ જામીન આપી શકે છે. એક અન્ય સુધારો પણ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, પાેલીસ માત્ર એજ વખતે કેસ દાખલ કરશે જ્યારે પીડિત પÂત્ન તેના અન્ય કોઇ સંબંધી અથવા તાે લગ્ન બાદ સંબંધી બનેલી કોઇ વ્યક્તિ દ્વારા પાેલીસમાં રજૂઆત કરવામાં આવે. એવી ચિંતાઆેને પણ દૂર કરવામાં આવી છે કે, કોઇ પડોશી પણ કેસ દાખલ કરી શકે છે.

print

Comments

comments

VOTING POLL