રાજ્ય સરકાર દ્વારા ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન સુત્ર પર ભાર મુકાયો

March 20, 2017 at 11:51 am


અઠવાડિયામાં દર મંગળવારે ખાદી વસ્ત્ર પરિધાન કરવાની શિક્ષણ મંત્રી ભુપેન્દ્રિંસહ ચુડાસમાની અપિલના પગલે રાજયના શિક્ષકો, આચાયોૅ અને શિક્ષણ વિભાગના કર્મચારીઆેના સર્વેચિક સંકલ્પના કારણે રાજયના ખાદી ઉદ્યાેગને વેગ મળ્યો છે, અને ભવિષ્યમાં પણ તેને વધુ વેગ મળશે, તેવી જન્મેલી આશાથી પ્રાેત્સાહિત થઈને ખાદી ગ્રામોદ્યાેગ સંસ્થાઆેએ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રિંસહ ચુડાસમાનું જાહેર સન્માન કર્યું હતું.

ખાદી ઉદ્યાેગ સાથે સંકળાયેલ સંસ્થાઆે તરફથી થયેલા સન્માનનાે ઋણસ્વીકાર કરતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રિંસહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ સન્માન એ મારું અથાૅત કોઈ વ્યક્તિનું નહીં પણ એક વિચારનું છે અને આ વિચાર એટલે ગાંધીવિચાર, મહાત્મા ગાંધીજીએ ખાદી વિચારધારાને દેશની સમૃિદ્ધ સાથે જોડીને ખાદી વિચારને એક અનેરૂ ગાૈરવ બક્ષ્યું છે. આજે આપણે ખાદીનાે જે વિચાર અપનાવ્યો છે તેની અભિવ્યક્તિની તક પણ આપણને સ્વતંત્રતા અપાવીને ગાંધીજીએ જ આપી છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે ખાદી ફોર નેશન નહીં પણ ખાદી ફોર ફેશનમાં ખાદી પરિવર્તિત થઈ રહી છે. ખાદી વિચારને સમજણપૂર્વક અપનાવવાની જરૂરિયાત પર ભાર મુકતા ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમજણથી જ ખાદી વિચાર જન જનમાં પ્રસરશે. ખાદી વિચાર સાથે ગામડાનાે ગરીબ, શ્રમિક પરિવાર સંકળાયેલો છે ત્યારે ખાદી વિચારને પ્રાેત્સાહનથી ગામડાના ગરીબ શ્રમિક પરિવારનું આર્થિક ઉત્થાન થશે તેમ ચુડાસમાએ જણાવ્યું હતું. સમાજના આર્થિક સંપન્ન વર્ગનાે ઉલ્લેખ કરી ચુડાસમાએ જણાવ્યું હતું કે, આધુનિક ટેકનાેલોજીના ઉપયોગ દ્વારા ખાદી ઉદ્યાેગનાે વિકાસ કરી, સમાજના સંપન્ન વગૅ સુધી જો તેને આપણે પહાેંચાડીશુ તાે આખરે તાે સમાજની આર્થિક સંપન્નતાનાે લાભ ખાદી વેચાણ દ્વારા ગરીબ વગૅને જ થશે.

ખાદી ગ્રામોદ્યાેગ આયોગ, ભારત સરકારના અધ્યક્ષ વીકે સકસેનાએ ખાદી અંગેના મહાત્મા ગાંધીજીના વિચારોનાે ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ખાદી ઉદ્યાેગને પ્રાેત્સાહન મળશે તાે જ દેશનું અને ગ્રામીણ અર્થતંત્ર સમૃદ્ધ બનશે. ગાંધીજીના ખાદીવિચાર અને તેને પ્રાેત્સાહન દ્વારા દેશની સમૃિદ્ધની તેમના સપનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સરકાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રી ભુપેન્દ્રિંસહ ચુડાસમાના નેતૃત્વમાં ગાંધી નિવાૅણદિનથી દર મંગળવારે સ્વચિક રીતે ખાદી પહેરવાનાે શિક્ષણ વિભાગના કર્મચારી અધિકારી કે શિક્ષકોએ જે સંકલ્પ કયોૅ છે તેનાથી ખાદી ગ્રામોદ્યાેગને જરૂર પ્રાેત્સાહન મળશે. ખાદી ઉદ્યાેગના કારણે દેશમાં લાખો વણાટકારો વણકરોને રોજગારી મળી રહે છે, તેમ જણાવી સકસેનાએ ઉમેર્યું કે, ખાદી ગ્રામોદ્યાેગ બાેર્ડ દ્વારા પણ દેશમાં ખાદી ઉદ્યાેગને પ્રાેત્સાહન મળે તે માટે અનેક પગલા લેવાયા છે. તેમણે જણાવ્યું હતું કે, આેએનજીસીએ પણ ખાદી વસ્ત્ર પરિધાનના લીધેલા નિર્ણયના કારણે છેલ્લા 2 માસમાં ખાદીનું 7 કરોડનું વેચાણ થયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજયના ત્રણ તાલુકાઆેની શાળાઆે માટે ખાદીના ગણવેશ અંગે શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય અંતગૅત આેક્ટોબર-2016 પછી ચોટિલા તાલુકામાં 21,000 વિદ્યાથીૅઆેને 4200 જોડી ગણવેશ અપાતા 3.20 કરોડની ખાદીનું વેચાણ થયું છે જ્યારે જેતપુર, જામકંડોરણા તાલુકામાં 15,000 વિદ્યાથીૅઆેને ખાદીનું 30,000 ગણવેશ અપાતા 2.80 કરોડનું વેચાણ થવા પામ્યું છે.

print

Comments

comments

VOTING POLL