રાજ ઠાકરેના પુત્રના લગ્નમાં રાહુલ ગાંધીને આમંત્રણઃ નરેન્દ્ર મોદીને નહી

January 11, 2019 at 11:25 am


લોકસભાની આગામી ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિમાર્ણ સેના (એમએનએસ) અને નેશનલ કાેંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચે સંભવિત ગઠબંધન અંગેની અટકળો ફરી જન્મી છે. એમએનએસ વડા રાજ ઠાકરેએ તેમના પુત્રના લગ્નમાં એનસીપીના સીનિયર પાર્ટનર કાેંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને આમંત્રણ આપી દેતાં આ અટકળો થઇ રહી છે. જોકે જાણવાની વાત એ છે કે આ લગ્નના મહેમાનોની યાદીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામેલ થઇ શકે છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમાંથી બાકાત રખાયા છે. રાજ ઠાકરેના બે માણસો આ મહિનાના અંતમાં યોજાનાર તેમના પુત્રના લગ્નમાં આમંત્રણ આપવા માટે દિલ્હી આવ્યા હતા. અગાઉ એવા અહેવાલો હતા કે ઠાકરે જાતે જ રાહુલ ગાંધીને મળવાના હતા. પરંતુ એ મુલાકાત રદ થઇ હતી અને તેના બદલે બે સેક્રેટરી હર્શલ દેશપાંડે અને મનોજ હાતેને મોકલી દેવાયા હતા. જોકે કાેંગ્રેસના એક સીનિયર નેતા આ આમંત્રણને કોઇ સંભવિત રાજકીય ગઠજોડ સાથે જોડતા નથી. રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેના લગ્ન 27 જાન્યુઆરીના રોજે મુંબઇમાં મિતાલી બોરુડે સાથે થવાના છે. .

print

Comments

comments

VOTING POLL