રાજ બેન્કના 8 ખાતાધારકોના નિવેદન લેતું આઇટી

January 11, 2017 at 3:34 pm


નોટબંધી બાદ રાજકોટ ઈન્કમટેક્ષ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા થોડા દિવસ પૂર્વે રાજ બેન્કમાં સર્વે કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગે હાથ ધરેલી સર્વેની કામગીરીમાં કેટલાક શંકાસ્પદ ખાતાઓ મળી આવ્યો હતા. આવકવેરા વિભાગની તપાસમાં ખુલ્યુ છે કે નોટબંધી બાદ કેટલાક ખાતા ધારકોએ નિયમ કરતા વધુ રકમ જમા કરી છે અને ટ્રાન્ઝેકશન પણ થયું છે. જે પૈકી 8 ખાતા ધારકોના આવકવેરા વિભાગે નિવેદન નોંધવાની કામગીરી શ કરી છે.
આવકવેરા વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ નિવેદન નોંધવાની કામગીરી અંદાજિન 10થી વધુ દિવસ સુધી ચાલશે. નિવેદન નોંધવાની કામગીરીમાં આવકવેરા વિભાગે રોકડ રકમ કયાંથી આવી તેમજ તેના ઉપર ટેક્ષ ભરવામાં આવ્યો છે કે કેમ ?, અને જે રકમ છે તે કાયદેસર છે કે કેમ ? તે સહિતના મુદ્દે તપાસ શ કરવામાં આવી છે. જોકે, સૂત્રોમાંથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે શંકાસ્પદ ખાતાઓ મળ્યા છે તેમાંથી મોટાભાગના ખાતા પેટ્રોલપંપ સંચાલકોના છે. સંચાલકો દ્વારા મોટા પ્રમાણમાં ગોટાળા થયા હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ ચોકકસ વિગત આવકવેરા વિભાગની અંતે ખુલશે.

print

Comments

comments

VOTING POLL