રાણાકંડોરણામાં નશાખોર કારચાલકે અકસ્માત સર્જયાનું ખુલતા ધરપકડ

April 21, 2017 at 2:08 pm


પોરબંદર નજીકના રાણાકંડોરણા ગામે ગઇકાલે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં આધેડનું મોત થયું હતું તેમાં પોલીસે નશાખોર કાર ચાલકની ધરપકડ કરી લીધી છે તથા કારમાંથી વિદેશીદારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી.
બનાવની વિગત એવી હતી કે, રાણાકંડોરણાના દેવાણદં કાનાભાઇ સીસોદીયા ઉ.વ. પપ પેટ્રોલપપં નજીક ગ્રામપંચાયતની ઓફીસ સામેથી પગપાળા પસાર થતા હતા ત્યારે ફત્પલ સ્પીડે આવી રહેલ કારના ચાલકે દેવાણંદભાઇને ઠોકર મારી દેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. આ બનાવમાં મરણજનારના કૌટુંબિકભાઇ શ્યામ ગોવિંદભાઇ સીસોદીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં એવું બહાર આવ્ું છે કે,ઉપલેટા તાલુકાના ઇસરા ગામના ગામનો જયદિપ કાનજી ચંદ્રાવાડીયા દારૂ પીને કાર ચલાવતો હતો અને તેથી જ તેણે આ અકસ્માત સર્જયો છે. પોલીસે તાત્કાલીક તપાસ હાથ ધરીને જયદિપને પકડી પાડયો હતો. તે નશામાં કાર ચલાવતો હોવાથી અકસ્માત સર્જયો હોવાનું ફરિયાદમાં જણાતા આ શખ્સની વધુ પુછપરછ હાથ ધરી છે.

કુતિયાણામાં વાહન અકસ્માત
કુતિયાણા તાલુકામાં વાહન અકસ્માતના બે બનાવ નોંધાયા છે જેમાં કુતિયાણા ગામના હોળીચકલામાં રહેતા દિલીપચદ્રં જમનાદાસ છુછીયા ઉ.વ. ૬૬એ એવી ફરિયાદ નોંધાવી છે કે, તે એકટીવા લઇને દેવડા નાકા બાયપાસ પાસેથી નિકળ્યા ત્યારે અજાણ્યા કારના ચાલકે ઠોકર મારી ગંભીરઇ જા કરી હતી. આ બનાવમાં દિલીપભાઇના પગ ભાંગી ગયા હતા. અકસ્માત સર્જી કાર ચાલક નાશી છુટયો હતો. તે ઉપરાંત ખાગેશ્રી ગામે રહેતા મજુર ઉગુલાબ તેરસીંગ મોહનીયા ઉ.વ.૩૩ ખાગેશ્રી–સત્તાપર રોડ ઉપર હનુમાનધાર પાસેથી સાઇકલ લઇને નિકળ્યો ત્યારે અજાણ્યા કારના ચાલકે ઠોકર મારીને ઇજા પહોંચાડી હતી.

print

Comments

comments

VOTING POLL