રાણાવાવ નજીક રીક્ષામાં વિદેશીદારૂની ૮ બોટલ સાથે યુવાન ઝડપાયો

September 13, 2017 at 1:29 pm


રાણાવાવ નજીક રીક્ષામાં વિદેશીદારૂની ૮ બોટલ સાથે યુવાન ઝડપાયો હતો.
રાણાવાવના ગોપાલપરાના દેવીપુજકવાસમાં રહેતો રવિ અરવિંદ સોલંકી પબ્લીક કેરીયર રીક્ષામાં દારૂની ૮ બોટલ લઇને રાણાવાવ ટી પોઇન્ટ ઉપરથી નિકળ્યો હતો. ૩ર૦૦ રૂપિયાની ૮ બોટલ દારૂની તથા ૬૦ હજાર રૂપિયાની રીક્ષા સહિત ૬૩ર૦૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યેા હતો. તે ઉપરાંત પોરબંદરના પેરેડાઇઝ સિનેમા સામે રહેતા સાહીલ માવજી બાદરશાહીને પોરબંદરની હેડપોસ્ટ ઓફીસ સામે વેસ્પા સ્કુટરમાં બીયરના એક ટીન સહિત ૪૦૧૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો.
દેશીદારૂના ધંધાર્થી ઝબ્બે
પોરબંદરના જુનાકુંભારવાડામાં રહેતા જયેશ વિઠ્ઠલ શિંગડીયા, કડીયાપ્લોટ પોલીસ લાઇન પાછળ રહેતા સુનીલ અશોક મકવાણા અને ઉનાના ખડા ગામના બાબુ પુંજા બાંભણીયાને પણ દારૂના જથ્થા સાથે પકડી લેવાયા હતા.

print

Comments

comments

VOTING POLL