બાબા રામદેવના જીવન સંઘર્ષ પર બની સીરીયલ, ૮૫ એપિસોડ માટે ૮૦ કરોડનનુ બજેટ

February 9, 2018 at 12:42 pm


જેમ ફિલ્મો પાછળ કરોડોનો ખર્ચ થાય છે તેમ હવે ટીવી શો માટે પણ આવા ખર્ચા થવા માંડ્યા છે. યોગ ગુરૂ બાબા રામદેવએ જીવનકાળમાં અનેક સારા કામ કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવી છે. હવે તેના જીવન પરથી અજય દેવગણે ટીવી શો બનાવ્યો છે. આ મેગા સિરીઝ ૧૨મી ફેબ્રુઆરીથી ડિસ્કવરી જીત નામની નવી ચેનલ પરથી શરૂ થશે. ‘સ્વામી રામદેવ-એક સંઘર્ષ’ના નામની આ સિરીયલ ૮૫ એપિસોડ સાથે આવશે, જેનું બજેટ ૮૦ કરોડ છે. શોમાં કાંતિ પ્રકાશ ઝા અને નમન જૈન મુખ્ય પાત્રોમાં છે. કાલે દસમીએ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં આ શોનો પ્રિમીયર યોજાશે. જેમાં જાહેર જનતા સામેલ થઇ શકશે. આ સિરીયલ ઋષિ રામદેવના પ્રેરક જીવન-કથાના સંઘર્ષ, દ્રઢ સંકલ્પ, સમર્પણ અને ઉપલબ્ધિ પર આધારીત છે. સાંજે ૮:૩૦ કલાકે ડિસ્કવરી જીત પર પ્રસારીત થશે.

print

Comments

comments

VOTING POLL