રામનાથપરા સ્મશાન નજીક ટીપણામાં છૂપાવેલો દારૂ-બિયરનો જથ્થો મળ્યો

July 11, 2018 at 3:33 pm


શહેરમાં દારુ જુગારનું દુષણ ડામવા માટે પોલીસ દ્વારા સતત ધાેંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે એ ડિવિઝન પોલીસે મરચાંપીઠ પાસે નદીકાંઠે ટીપણામાંથી દારુ – બિયરનો જથ્થો કબ્જે કરી નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોતની સૂચનાથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ વી શાખરા, કે એ જાડેજા, એસ એન જાડેજા, ભરતસિંહ ગોહિલ, ભાવેશભાઈ વસવેલીયા, ઇંદ્રજીતસિંહ જાડેજા, હારુનભાઇ ચાનીયા, નરેશકુમાર ઝાલા, જગદીશભાઈ વાંક, qક્રપાલસિંહ ઝાલા, હાદિર્કસિંહ પરમાર , શૈલેષભાઇ ખીહડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા તથા કરણભાઇ સહિતનો સ્ટાફ પેટ્રાેલિંગમાં હતો ત્યારે હારુનભાઇ અને ઇન્દ્રસિંહને ખાનગીરાહે હકીકત મળી હતી કે મરચાંપીઠવાળા રોડ ઉપ્પર આજી નદીના કાંઠે એક ઈસમ ટીપણામાં દારુ બિયરનો જથ્થો રાખી હેરાફેરી કરવાનો છે આ બાતમી આધારે દરોડો પાડતા આ અજાÎયો શખ્સ ત્યાંથી નાસી છૂટéાે હતો પોલીસે ટીપણું ચેક કરતા અંદરથી વિદેશી દારુની બે બોટલ, 119 ચપલા અને બીયરના 65 ટીન મળી આવતા પોલીસે 25,150નો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL