રામમંત્ર મંદિર નજીકથી ઇંિગ્લશ દારૂના જથ્થા સાથે સિહોરનો શખ્સ ઝડપાયો

March 13, 2018 at 1:33 pm


શહેરના કાળિયાબીડ રામમંત્ર મંદિર નજીકથી વહેલી સવારે સિહોરના શખ્સને ઇંિગ્લશ દારૂની 13 બોટલ સાથે એલે.સી.બી.સ્ટાફે ઝડપી લીધો છે.
ભાવનગર શહેર-જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી દારૂ જુગારની બદીને ડામવા નાઇટ પેટ્રાેલીગ દરમ્યાન શંકાસ્પદ ઇસમો તથા વાહનો ચેક કરવા એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.મિશ્રા તથા પી.એસ.આઇ. એન.જી.જાડેજાએ સ્ટાફને સુચના આપી હતી.
એલ.સી.બી. સ્ટાફ નાઇટ પેટ્રાેલીગમાં હતાં તે દરમ્યાન કોન્સ્ટેબલ સત્યજીતસિંહ ગોહિલને બાતમી મળી હતી કે વહેલી સવારે કાળિયાબીડ રામમંત્ર મંદિર પાસે સિહોરનો શખ્સ ઇંિગ્લશ દારૂની બોટલો લઇ આવી રહ્યાે છે.
ઇંિગ્લશ દારૂની બાતમીને લઇ વહેલી સવારના પોણા છ વાગે એલ.સી.બી. સ્ટાફે કાળિયાબડ એકતા સ્કુલ નજીકથી સિહોરના સુરકા ડેલા પાસે રહેતા ફારૂક રજાકભાઇને ઇંિગ્લશ દારૂની 13 બોટલો સાથે ઝડપી લઇ તેની વિરૂધ્ધ નિલમબાગ પોલીસમાં પ્રાેહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરાવી હવાલાતમાં ધકેલી દીધો છે.

print

Comments

comments

VOTING POLL