રામમંદિર બનાવ્યા વિના ભાજપ ચૂંટણીમાં ઉતરશે તો તે આપઘાત થશેઃ સુબ્રમણ્યમ

January 13, 2019 at 11:55 am


ગ્લોબલ ઇન્વેસ્ટર કોંફરન્સમાં ભાગ લેવા માટે સુરત આવેલા સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિર વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રામમંદિર વિના
ચૂંટણીમાં ઉતરવું એ આત્મહત્યા સમાન હશે. 2019નું ઇલેક્શન ફક્ત રામમંદિર પર જ લડાશે. ભાજપ ચૂંટણી જીતવી હોય તો રામમંદિર બનાવીને જ
જીતી શકાય છે. આ માટે સુપ્રીમ કોર્ટની રાહ જોવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે મહાગઠબંધન થયું છે તે જાતિવાદી રાજકારણનો ભાગ છે ભાજપે
તેનાથી ઉપર ઉઠવું પડશે.
આલોક વર્મા મામલે મોદીને ‘સલાહકારોએ મિસગાઈડ’ કર્યા છે .આલોક વર્મા ખૂબ જ પ્રમાણિક અધિકારી હતા. રાકેશ અસ્થાનાને સીબીઆઈના
વડા બનવું હતું. એટલે એમણે સીવીસીમાં ફરિયાદ કરી હતી. સીવીસી સરકારથી ઉપર નથી. સીવીસીના ચીફ પર આકરા પ્રહાર કરતા સ્વામીએ કહ્યું કે
તે પણ ભ્રષ્ટાચારી છે. આલોક વર્મા મામલે નરેન્દ્ર મોદીને તેના કાયદાકીય સલાહકારોએ મિસગાઈડ કર્યા છે. તે તમામની હકાલપટ્ટી કરી દેવી જોઈએ.
આલોક વર્માને હાંકી કાઢવાથી સીબીઆઈ ડિમોરલાઈઝ થઈ છે.

print

Comments

comments

VOTING POLL