રામમંદિર બાંધકામ ચાલુ વર્ષે જ શરૂ થશેઃ મુંબઈમાં મહંતની જાહેરાત

September 14, 2018 at 11:17 am


અયોધ્યા ખાતે રામમંદિરનું નિમાર્ણ 2018માં જ શરૂ થઈ જશે તેવી જાહેરતા અયોધ્યા રામમંદિરના કાર્યકારી પ્રમુખ રામવિલાસ વેદાંતીએ મુંબઈમાં કરી હતી. રામ વિલાસ વેદાંત ખાસ મુંબઈ આવ્યા હતા અને ચેમ્બુર ખાતે સહ્યાદ્રી ગણેશોત્સવના પંડાલમાં એમણે હાજરી આપી હતી. આ તકે ઉપસ્થિત મેદનીને સંબોધતાં એમણે કહ્યું હતું કે, રામ મંદિરનું નિમાર્ણ 2019માં નહી પરંતુ 2018માં જ શરૂ થઈ જશે તેમાં કોઈ શંકા નથી.
એમણે એમ પણ કહ્યું હતું કે, હિન્દુ અને મુિસ્લમ બન્ને સાથે મળીને આ કામ કરશે અને લખનૌ ખાતે ભવ્ય મિસ્જદ બાંધવામાં આવશે. ચેમ્બુર ખાતે સહ્યાદ્રી ગણેશોત્સવનો પંડાલ અયોધ્યાના નકશા પર આધારિત છે અને એટલા માટે જ વેદાંત મહારાજને અહી બોલાવવામાં આવ્યા હતા. આગામી 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મંદિર-મિસ્જદની વાતો ફરિવાર શરૂ થઈ ગઈ છે.
રામ વિલાસ વેદાંતે 2018 એટલે કે, ચાલુ વર્ષમાં જ રામ મંદિરનું બાંધકામ શરૂ થઈ જશે તેવી જાહેરાત કરી છે ત્યારે કયા આધારે આ વાત કરી છે તેની પણ ચર્ચા છે. હજુ તો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિ»ગ છે ત્યારે આવી જાહેરાતો કયા આધારે થઈ રહી છે તેવો પ્રñ પણ ઉઠી રહ્યાે છે.

print

Comments

comments

VOTING POLL