રામ મંદિર બાબરી મસ્જિદ મામલે 11મીથી સુનાવણી

August 4, 2017 at 9:05 pm


અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ ટાઇટલ વિવાદ મામલામાં સુપ્રીમ કોટેૅ 11મી આેગસ્ટથી સુનાવણી કરવાનાે નિર્ણય કયોૅ છ. સુપ્રીમ કોર્ટના ત્રણ જજની ખાસ બેંચે આ મામલાની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ ગયા મહિનાની 21મી તારીખના દિવસે કહી ચુકી છે કે તે અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ ટાઇટલ વિવાદ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની સામે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર વહેલીતકે સુનાવણીના સંદર્ભમાં નિર્ણય લેશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરનાર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મામલાને ઉઠાવ્યો હતાે અને કહ્યું હતું કે, અયોધ્યાના ટાઇટલ વિવાદ મામલાની વહેલીતકે સુનાવણી થવી જોઇએ. તે વખતે ચીફ જસ્ટિસ જેએસ ખેહરના નેતૃત્વવાળી બેંચે કહ્યું હતું કે, અમે વહેલીતકે સુનાવણીના મુદ્દા ઉપર નિર્ણય લઇશું.

સુપ્રીમ કોર્ટ એડિશનલ રજિસ્ટ્રાર તરફથી જારી નાેટિસમાં કહેવામાં આવ્યું છે કે, મામલાની સુનાવણી 11મી આેગસ્ટના દિવસે બે વાગે હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટની સામે મામલો ઉઠાવતા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની સામે જે અપીલ છે તે છેલ્લા સાત વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેિંન્ડગ છે. આ મામલામાં વહેલીતકે સુનાવણીની જરૂર છે. તેમની તરફથી આ મામલામાં પુજા સ્થળ ઉપર પૂજા અર્ચના કરવા માટે માંગ કરવામાં આવી હતી. આ પહેલા 31મી માર્ચના દિવસે સુપ્રીમ કોટેૅ અયોધ્યા મામલામાં સુબ્રમણ્યમ સ્વામીની વહેલી તકે સુનાવણી કરવાની માંગણીને ફગાવી દેવામાં આવી હતી. છઠ્ઠી ડિસેમ્બર 1992ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તાેડી પાડવામાં આવી હતી. વહેલીતકે સુનાવણીની માંગ વારંવાર થતી રહી છે.

print

Comments

comments

VOTING POLL