રાહુલના પ્રહાર – વડાપ્રધાને DDLJ દેખાડી અને અંતમાં આવ્યો ગબ્બર

February 17, 2017 at 4:08 pm


યુપીના રાયબરેલીમાં કોંગ્રેસ સપા ના ગઠબંધન માટે પ્રચાર માટે પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાના ભાઈ રાહુલ ગાંધી સાથે પહોંચી હતી. વિરોધીઓના સતત વાક પ્રહારો બાદ પ્રિયંકા પેહલી વાર પ્રચાર માટે યુપી પહોંચી છે. આ પેહલા આજે રાહુલ ગાંધીએ ફતેહપુરમાં રેલી દરમિયાન એકવાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર નિશાન તાક્યું હતું.

રાહુલ ગાંધી એ મોદીને પોતાના વચનો પુરા કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને ‘અચ્છે દિન’ ના સપના બતાવ્યા હતા, જે હજી સુધી સાકાર નથી થયા. તેમણે કહ્યું કે 2014 માં મોદીજીએ કહ્યું હતું કે અચ્છે દિન લાવશું. ત્યારે લાગ્યું કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવું થશે પણ અઢી વર્ષ પછી ખબર પડી કે આ તો ગબ્બર સિંહ આવ્યો.

આ સાથે જ તેમણે દત્તક લીધેલા દીકરા વાળા નિવેદન પર પણ મોદી પર આકરા તેવર દેખાડ્યા હતા. તેમણે કહ્યું કે સંબંધો બોલવા અથવા કેહવા કરતા સંબંધો નિભાવવાથી મજબૂત બને છે.

print

Comments

comments

VOTING POLL