રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ : 20મીએ મતગણતરી થશ?

July 17, 2017 at 7:36 pm


દેશના 14માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે સાનુકુળ વાતાવરણમાં મતદાન યોજાયું હતું. આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને કાેંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના ઉમેદવાર મીરાકુમાર વચ્ચે સીધી સ્પર્ધા છે. મતદાન સાંજે પાંચ વાગે પૂર્ણ થયા બાદ હવે મતગણતરી 20મી જુલાઈના દિવસે દિલ્હીમાં થશે જ્યાં જુદા જુદા રાજ્યોના પાટનગરથી મતપેટીઆે લાવવામાં આવશે.સંસદના બંને ગૃહોમાં સાંસદોના મતદાન માટે વ્યવસ્થાકરવામાં આવી હતી જ્યારે રાજ્ય વિધાનસભાઆેમાં ત્યાંના ચુંટાયેલા સÇયોએ મતદાન કર્યું હતું. આંકડાઆેની દ્રિષ્ટએ કોવિંદ હોટફેવરિટ દેખાઈ રહ્યાા છે પરંતુ પરિણામ 20મીના દિવસે જાહેર થશે અને દેશના 14માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બનશે કે પછી મીરાકુમાર બનશે તે અંગેનાે ફેેંસલો થશે. આજે સવારેથી જ મતદાનને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ રહ્યાાે હતાે. અગાઉ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. સાૈથી પહેલા મતદાન કરનારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ રહ્યાા હતા. સવારે ભારે ઉત્સાહ વચ્ચે મતદાનની શરૂઆત કરાયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. સંસદના બન્ને ગૃહોમાં મતદાન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્ય વિધાનસભામાં પણ ચૂંટાયેલા ધારાસÇયો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉત્તર વિધાનસભામાં મતદાન કરવા માટે પહાેંચ્યા હતા. મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ મતદાન યોજાયું હતું. 2012માં છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રણવ મુખજીૅએ પીએ સાંગ્માને હાર આપી હતી અને 69 ટકાથી વધારે મત મેળવ્યા હતા. બેલેટ પેપરો સવારે મતદાન મથકો ઉપર પહાેંચ્યા હતા. સાંસદોેને ઇલેક્ટોરલ કોલેજમાં તેમના સિરિયલ નંબરની માહિતી આપી દેવામાં આવી હતી. મતદાનના અંતે બેલેટ બાેક્સ સાેમવાર સાંજથી સંસદીય ગૃહમાં લાવવાની શરૂઆત થઇ હતી. બેલેટ બાેક્સને સ્ટ્રાેંગ રુમમાં મુકવામાંઆવી રહ્યાા છે. 20મી જુલાઇના દિવસે બેલેટ બાેક્સના સીલ ખોલવામાં આવશે જેમાં ચૂંટણી પેનલના નિરીક્ષકો અને બે ઉમેદવારોના પ્રતિનિધિઆે ઉપસ્થિત રહેશે. જીતેલા ઉમેદવારને રિટ?નગ આેફિસર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. વિમાની મથકથી સીધીરીતે સંસદ સુધી બેલેટ પેપર પહાેંચે તેની ખાતરી કરવા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગાેઠવવામાં આવી હતી.

આજે દેશના 14માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. રામનાથ કોવિંદ અને મીરાકુમાર બંને દલિત સમુદાયમાંથી આવે છે. બંને દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા માટેના પાેતપાેતાની રીતે પ્રયાસાે કરવામાં આવી ચુક્યા છે. રામનાથ કોવિંદ મુખ્યરીતે ભાજપ સાથે જોડાયેલા છે. તેમને કેટલાક પ્રાદેશિક પક્ષોને ટેકો મળી ચુક્યો છે. બીજી બાજુ કાેંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા સંયુક્તરીતે મીરાકુમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વિરોધ પક્ષો આને શાસક પક્ષની સામે વૈચારિક લડાઈ તરીકે ગણાવી રહ્યાા છે. ચૂંટણીમાં મતગણતરીની પ્રક્રિયા 20મી જુલાઈના દિવસે યોજાશે. એજ દિવસે પરિણામ પણ જાણી શકાશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીૅની અવધિ પૂર્ણ થાય તેના ચાર દિવસ પહેલા પરિણામ આવી જશે. નવા રાષ્ટ્રપતિ 25મી જુલાઈના દિવસે જવાબદારી સંભાળી લેશે. અધિકારીઆેનું કહેવું છે કે, સંસદીય ગૃહમાં મતદાન રૂમ નંબર 62માં થયું હતું. આંકડાકીય ગણતરી પર ધ્યાન આપવામાં આવે તાે બિહારના પૂર્વ રાજ્યપાલ કોવિંદ મીરાકુમારથી આગળ છે. જનતાદળ યુનાઈટેડ, બીજુ જનતાદળ દ્વારા પણ તેમને ટેકો આપવાનાે નિર્ણય કરાયો છે. એક સમયે ભાજપની સાથે રહેલા આ બંને પક્ષો કોવિંદની તરફેણમાં મતદાન કરનાર છે. જનતા દળ યુનાઇટેડ 1.91 ટકા ઇલેક્ટોરલ વોટ ધરાવે છે જ્યારે બીજેડી 2.99 ટકા ઇલેક્ટોરલ કોલેજ વોટ ધરાવે છે. તેલંગાણામાં ટીઆરએસ બે ટકા, અન્નાદ્રમુક 5.39 ટકા, વાયએસઆર કાેંગ્રેસ 1.53 ટકા ઇલેક્ટોરલ કોલેજ વોટ ધરાવે છે. આજે સવારથી જ મતદાનને લઇને ભારે ઉત્સાહ સાંસદો અને ધારાસÇયોમાં દેખાયો હતાે. કેરળ, તમિળનાડુ, મહારાષ્ટ્ર, તેેલંગાણા, આંધ્ર સહિતના રાજ્યોમાં શરૂઆતમાં ધીમીગતિએ મતદાન થયું હતું.

print

Comments

comments

VOTING POLL