રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના ‘ચંદન’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું અભિવાદ

May 19, 2017 at 6:35 pm


ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ ખાતે યોજાયેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત એરપોર્ટ પર આવી પહોંચતા સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારદ્રાજ, કમલેશભાઇ મીરાણી અને અગ્રણીઓ તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કયુ હતું.

પ્રવાસના પ્રારંભે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમના ધર્મપત્ની શ્રીમતિ અંજલિબેન વગેરે રાષ્ટ્ર્રીય સ્વયં સેવક સઘં આયોજિત ચંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સઘં પરંપરાને જાળવી હતી. અને સંઘના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિ ચૌહાણ તથા આર.એસ.એસ.ના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ભાવભીનું અભિવાદન કયુ હતું. મુખ્યમંત્રી પાણીએ રાજકોટના પૂર્વ કોર્પેારેટર અતુલભાઇ પંડિતના જન્મદિને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, નીતીનભાઇ ભારદ્રાજ, કમલેશભાઇ મીરાણી અને અગ્રણીઓ તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

print

Comments

comments

VOTING POLL