રાસંગપર ગામમાં વૃધ્ધ પર ધોકા-પાઇપથી પ્રહાર

September 8, 2018 at 1:30 pm


લાલપુરના રાસંગપર ગામમાં એક વૃધ્ધ ઉપર ધોકા, પાઇપથી હુમલો કરી શરીરે ઇજા પહોચાડયાની મહિલાઆે સહિત પાંચ સામે ફરીયાદ નાેંધાવવામાં આવી છે. સગાઇ કરવાની ના પાડતા તેનો ખાર રાખીને આ હુમલો થયાનું પોલીસમાં જાહેર થયુ છે. લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં રહેતા દેવેન્દ્ર રમણીકલાલ અત્રી (ઉ.વ.62) ની ભાણેજ સાથે આરોપીને પ્રેમસબંધ હોય અને દરમ્યાનમા સગાઇ કરવાની ના પાડતા તેનો ખાર રાખી બે દિવસ પહેલા આરોપીઆેએ ગેરકાયદે મંડળી રચી એકસંપ કરી પાઇપ, ધોકા જેવા હથીયારો ધારણ કરીને હુમલો કરી ફરીયાદીને શરીરના ભાગે ગંભીર ઇજા પહાેંચાડી હતી, પગમાં ફ્રેકચર કર્યુ હતું. આ અંગે દેવેન્દ્રભાઇએ મેઘપર પોલીસમાં રાસંગપર ગામમાં રહેતા પ્રફºલ આણંદ કરણીયા, અનિલ પ્રફºલ કરણીયા, રેખાબેન પ્રફºલ કરણીયા, દીનાબેન પ્રફºલ કરણીયા, આશાબેન પ્રફºલ કરણીયાની વિરુધ્ધ આઇપીસી કલમ 323, 325, 326, 504, 143, 147, 148, 149 મુજબ ફરીયાદ નાેંધાવી હતી જેની તપાસ પીએસઆઇ વાઢેર ચલાવી રહયા છે.

બોડકા ગામે સગીરાને ભગાડી ગયાની ફરીયાદ

જોડીયાના બોડકા ગામમાં લલચાવી ફોસલાવીને સગીરાને ભગાડી ગયાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ગામમાં રહેતા એક શખ્સ સામે શંકા દશાર્વી છે. જોડીયાના બોડકા ગામમાં રહેતી 17 વર્ષ અને 10 માસની સગીરાને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ગત તા. 1ના રોજ બોડકા ગામમાંથી અપહરણ એક શખ્સ કરી ગયો હતો દરમ્યાનમાં આ અંગે સગીરાના પિતા દ્વારા જોડીયા પોલીસમાં ગઇકાલે બોડકા ગામના શકદાર સુભાષ આેધવજી સોલંકીની સામે આઇપીસી કલમ 363, 366, તથા પોકસો મુજબ ફરીયાદ નાેંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા આ ફરીયાદના આધારે શકદારને શોધી કાઢવા તપાસ આગળ વધારવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL