2019માં કોંગ્રેસ સત્તા ઉપર આવે પછી લોકો માટે ‘અચ્છે દિન’: રાહુલ ગાંધી

January 11, 2017 at 10:42 am


આજે કોંગ્રેસના ‘જનવેદના’ સંમેલનને સંબોધન કરતાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને તેમની સરકાર ઉપર તીખા પ્રહારો કયર્િ હતાં. રાહુલે કહ્યું કે 2019માં જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર આવશે ત્યારે વાસ્તવિક રીતે લોકોના ‘અચ્છે દિન’ આવશે. તેમણે મોદીની ટીકા કરતાં કહ્યું કે, નોટબંધી કરવાનો નિર્ણય મોદીનો અંગત નિર્ણય છે અને આ નિર્ણયથી તેમણે પોતે અપરિપક્વ છે તેવું સાબિત કરી બતાવ્યું છે. તેમણે આરબીઆઈને પણ અવગણી આ પ્રકારનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે 70 વર્ષ શું કર્યું તેનો હિસાબ આપવાની જર છે.
ભાજપે નોટબંધી કરી લોકતાંત્રિક વ્યવસ્થા નબળી બનાવી છે તેવું બોલતાં રાહુલે કહ્યું કે મોદીએ ખૂદ આરબીઆઈ ગવર્નરની વાતોને નજરઅંદાજ કરી નાખી છે. અત્યારે મીડિયા ઉપર ઘણું દબાણ રહેલું છે તેથી ઘણી વાતો લોકોની સામે નથી આવતી. મનરેગા વિશે બોલતાં રાહુલે કહ્યું કે આ યોજનાને કારણે બેરોજગારીમાં ઘટાડો થયો છે અને આ યોજના કોંગ્રેસની જ છે પરંતુ ભાજપ સરકાર આ યોજના થકી જશ ખાટી રહી છે. કોંગ્રેસે દેશ માટે ઘણી કુરબાની આપી છે તે સૌ કોઈ જાણે છે. વડાપ્રધાન મોદી અને તેમની સરકારે આરબીઆઈની પણ રીતસરની મજાક કરી હોવાનો આક્ષેપ રાહુલે કર્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી ચાર દિવસમાં સફાઈ અભિયાનને ભૂલી ગયા છે. બાબા રામદેવને આડેહાથ લેતાં રાહુલે કહ્યું કે બાબા રામદેવ ભાજપ સરકારના અર્થશાસ્ત્રી છે. સરકાર બતાવે કે નોટબંધી બાદ ગાડીઓના વેચાણમાં 60 ટકાનો ઘટાડો કેમ થયો. દેશ અત્યારે 16 વર્ષ પહેલા જે હાલતમાં હતો તે સ્થિતિમાં પહોંચી ગયો છે.
મોદી સરકારના નોટબંધીના નિર્ણય વિધ્ધ કોંગ્રેસ આજે જનવેદના સંમેલન યોજશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલા આ સંમેલનમાં દેશભરમાંથી અંદાજે 5000 જેટલા કોંગી નેતા અને કાર્યકતર્ઓિએ ભાગ લીધો હતો. સંમેલનમાં મોદી સરકારના અઢી વર્ષના કામકાજની સમીક્ષા પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને પાર્ટીના સ્થાપ્ના દિવસ બાદ આ ત્રીજો પ્રસંગ હતોે જ્યારે રાહલ ગાંધી કોંગ્રેસની આગેવાની સંભાળી હતી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષે ગત વર્ષે 28 ડિસેમ્બરે પાર્ટીના સ્થાપ્ના દિવસ કાર્યક્રમની અધ્યક્ષતા કરી અને બે મહિના પહેલા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની ગેરહાજરીમાં કાર્યકારી સમિતિની એક બેઠકની અધ્યક્ષતા સંભાળી હતી. આ વખતે સોનિયા ગાંધીની ગેરહાજરીનું કારણ તેમની તબિયતની નાદૂરસ્તી હતું. આજના સંમેલનમાં સોનિયા ગાંધી હાજર રહેશે કે નહીં તેવું પૂછાવા પર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે રાહલ ગાંધીએ નોટબંધી વિધ્ધ આંદોલનનું નેતૃત્વ કર્યું છે અને તેઓ જ આ સંમેલનની અધ્યક્ષતા કરશે.
તેમણે કહ્યું કે જમીન સંપાદનનો મુદ્દો અને ખેડૂતોની કરજ માફી મુદ્દાની જેમ જ રાહલે નોટબંધી વિધ્ધ આંદોલન કર્યું અને તેઓ આ જનવેદના સંમેલનની પણ કમાન સંભાળશે. આ સંમેલનને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસના અન્ય નેતાઓ દ્વારા સંબોધન કરાય તેવી પણ સંભાવના છે. આ સંમેલન ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં પાર્ટીના ચૂંટણી પ્રચારની ધાર નક્કી કરશે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મનમોહનસિંહે દાવો કર્યો હતો કે નોટબંધી આગામી ચૂંટણીમાં એક મોટો મુદ્દો સાબિત થશે કેમ કે દેશના જીડીપી ઉપર નોટબંધીની ઘણી પ્રતિકૂળ અસર પડી છે. સંમેલનમાં પ્રસ્તાવ પણ લાવવામાં આવશે જેમાં પ્રથમ પ્રસ્તાવ હેઠળ નોટબંધીના શઆતી 50 દિવસમાં 100 લોકોની મોત પર સંવેદના વ્યક્ત કરવામાં આવશે. બીજો પ્રસ્તાવ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મ શતાબ્દી પર હશષ જે આગામી વર્ષ 2017માં છે.

print

Comments

comments

VOTING POLL