રાહુલ ગાંધી ઘોઘા-ભાવનગરના ખેડુતોની આંદોલન છાવણીની મુલાકાત લેશેં!

July 9, 2018 at 11:50 am


ઉપવાસી છાવણીની કાેંગ્રેસ રાિષ્ટ્રય મંત્રી અને સૌરાષ્ટ્રના પ્રભારી સહિતનાએ લીધેલી મુલાકાત ઃ રાહુલ ગાંધી બાડી-પડવા આવશે તેવી કરી જાહેરાત

ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભાવનગર તાલુકાના 12 ગામના ખેડૂતો છેલ્લા 8 મહિના ને 22 દિવસથી આંદોલન ચલાવી રહયા છે,છેલ્લા 35 દિવસથી પ્રતીક ધારણા,અને ઉપવાસને સાત દિવસ થયા છે છતાં સરકાર કે અધિકારીઆે દ્વારા ખેડૂતોને કોઇ પ્રતિભાવ નથી આપ્યા. આ અનશન છાવણીની મુલાકાતે,કાેંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી અને સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્રભાઈ બઘેલજી,ભાવનગર જિલ્લા કાેંગ્રેસના પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ,ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ-કનુભાઈ બારૈયા, જિલ્લા કાેંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાળા,રાજુભાઇ મહેતા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ઘોઘા તાલુકા કાેંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને આગામી દિવસોમાં કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આવશે અને ખેડૂતોની મુલાકાત કરશે તેવી જાહેરાત કરી હતી.

print

Comments

comments

VOTING POLL