રાહુલ ગાંધી ચાઈનીઝ ગાંધી છે તેવો ભાજપે કાેંગ્રેસને કરેલ પ્રશ્ન

August 31, 2018 at 8:14 pm


ભાજપે આજે કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર તેમના ચીનના સંદર્ભમાં અપવામાં આવેલા નિવેદનને લઇને જોરદાર પ્રહાર કર્યા હતા. ભાજપે રાહુલ ગાંધીને ચીનના પ્રવક્તા તરીકે ગણાવીને તેમના ઉપર ચીનની જાહેરાત કરવા સુધીના આક્ષેપાે કર્યા હતા. રાહુલના કૈલાશ માનસરોવર યાત્રા ચીનના રસ્તા પર પ્રશ્વ ઉઠાવતા ભાજપે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને ચીન પ્રત્યે ખુબ લગાવ છે તે બાબત સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ભાજપે રાહુલને ચાઈનીઝ ગાંધી તરીકે ગણાવ્યા હતા. ભાજપે પ્રન ઉઠાવતા કહ્યું હતું કે, આખરે રાહુલ દરેક બાબતમાં ભારતની સરખામણી ચીન સાથે કેમ કરે છે. બીજી બાજુ આ સમગ્ર મામલાને નાેનઇશ્યુ તરીકે ગણાવીને કાેંગ્રેસે બચાવના પ્રયાસ કર્યા છે. કાેંગ્રેસે કહ્યું છે કે,સંબિત પાત્રા આ તમામ વાત કરનાર વ્યક્તિ કોણ છે. કાેંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોતે ટ્વીટ કરીને આને ભાજપની નબળી વિચારધારા ગણાવી હતી. ભાજપ ઉપર રાહુલની યાત્રાને રાજનીતિ બનાવવાનાે આક્ષેપ કયોૅ હતાે. ભાજપના પ્રવક્તા સંÂબત પાત્રાએ કેટલાક વિડિયો જારી કરીને રાહુલ ગાંધીના ચીનના સંદર્ભમાં આપવામાં આવેલા નિવેદનનાે ઉલ્લેખ કયોૅ હતાે. રાહુલે કહ્યું હતું કે, ચીન દરરોજ 50 હજાર યુવાનાેને રોજગારી આપે છે જ્યારે ભારત એક દિવસમાં 450 યુવાનાેને રોજગારી આપે છે. રાહુલને આ માહિતી આખરે ક્યાંથી હાથ લાગી છે. મોદીએ ભારતમાં નાેકરીની સ્થિતિ ઉપર સંસદમાં દોઢ કલાક ભાષણ આÃયું હતું પરંતુ રાહુલને આ અંગે માહિતી ન મળી કે ચીન 50 હજાર નાેકરી આપે છે. તેમને આ બાબતની માહિતી હતી. રાહુલ ભારતના વલણને સમજવા માટે તૈયાર નથી. તે ચીનની જાહેરાત કરી રહ્યાા છે. રાહુલ નેપાળના રસ્તે કૈલાશ માનસરોવર યાત્રા માટે ચીન પહાેંચ્યા છે. અમે કાેંગ્રેસને પૂછવા માંગીએ છીએ કે, રાહુલ ચીનમાં કયા કયા નેતાઆેને મળનાર છે. ચીની પ્રવક્તાની જેમ વતૅન કેમ કરી રહ્યાા છે. ભારતના નાગરિક તરીકે ચર્ચા કેમ કરતા નથી. રાહુલ કોના ઇશારે આગળ વધી રહ્યાા છે. ડોકલામ મુદ્દા ઉપર રાહુલ ગાંધીના નિવેદન ઉપર ભાજપ પ્રવક્તાએ કહ્યું હતું કે, જ્યારે ડોકલામમાં તંગદિલી હતી ત્યારે રાહુલ કોઇને વિશ્વાસમાં લીધા વગર રાત્રે અંધારામાં ભારતમાં ચીનના રાજદૂત સાથે બેઠક યોજી રહ્યાા હતા જ્યારે મિડિયામાં ફોટો સપાટી ઉપર આવ્યો ત્યારે પહેલા કાેંગ્રેસે આનાે ઇનકાર કયોૅ હતાે પરંતુ મોડેથી આની કબૂલાત કરી હતી. પાેતાની જર્મની યાત્રા ઉપર રાહુલને ડોકલામને લઇને પ્રન કરવામાં આવ્યો ત્યારે રાહુલે કહ્યું હતું કે તેમને આ સંદર્ભમાં માહિતી નથી જેથી નિવેદન કરશે નહીં. આવી સ્થિતિમાં ડોકલામ ઉપર રાહુલ કઇરીતે આડેધડ નિવેદન કરી રહ્યાા છે. રાહુલે ડોકલામને ઢોકલામ તરીકે ગણાવીને આની ટિકા કરી હતી. સરકારે તથા સેનાએ ડોકલામ ઉપર જવાબ આÃયા હતા. સંસદમાં જ્યારે ચર્ચા થઇ ત્યારે વિદેશમંત્રી સુ»મા સ્વરાજે કહ્યું હતું કે, તેઆે સંપૂર્ણ જવાબદારી સાથે નિવેદન કરી રહ્યાા છે પરંતુ રાહુલને વિદેશમંત્રીમાં પણ વિશ્વાસ નથી. રાહુલને ચીની વલણ પસંદ પડâું હતું.

print

Comments

comments

VOTING POLL