રાહુલ ગાંધી 23મીથી ‘બંધારણ બચાવ ઝુંબશ’ શરૂ કરશે

April 16, 2018 at 11:59 am


કાેંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી 23મી એપ્રિલથી દેશભરમાં બંધારણ બચાવ ઝુંબેશ શરુ કરાવશે. કાેંગ્રેસ દ્વારા દલિતોને આકર્ષવા માટે આ અભિયાન હાથ ધરાઇ રહ્યું હોવાનું કહેવાય છે.
કાેંગ્રેસના હાલના અને ભૂતપૂર્વ સાંસદો, વિધાનસભ્યો, જિલ્લા પરિષદ, નગરપાલિકા, પંચાયત સમિતિના હોદ્દેદારો સહિત પક્ષના કાર્યકરો આ કાર્યક્રમમાં સqક્રય ભાગ લેશે. કાેંગ્રેસના હોદ્દેદારો ઉપરાંત પ્રાદેશિક એકમોના અધિકારીઆે, યુવા, મહિલા અને સેવાદળ પાંખના કાર્યકરો અહીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ભાગ લેશે.કાેંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ અને આ કાર્યક્રમના આયોજકોમાંના એક નીતિન રાઉતે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે રાજધાનીમાં આ કાર્યક્રમમાં ભાગ લેવા આવનારા નેતાઆે અને હોદ્દેદારો દેશભરનાં રાજ્યોમાં આ કાર્યક્રમને વેગ આપવા કાર્ય કરશે.

રાઉતે આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદીના શાસનમાં બંધારણ અને દલિતો પર સતત હુમલા થતાં રહ્યા છે. કેન્દ્રમાં કાેંગ્રેસની સરકાર હતી ત્યારે આવી પરિસ્થિતિ નહોતી. દેશમાં દલિત મતદારોની ટકાવારી અંદાજે 17 ટકા છે અને સંસદની 84 બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત રખાઇ છે. ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને 2014ની ચૂંટણીમાં આમાંથી પચાસ ટકા બેઠક મળી હતી. રાઉતે જણાવ્યું હતું કે અમારો પક્ષ આગામી સામાન્ય ચૂંટણીમાં પોતાનો અગાઉનો દેખાવ સુધારવા બનતા દરેક પ્રયાસ કરશે.
કાેંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે અમે દલિત કોમ માટે વિવિધ કાર્ય કરવા કટિબÙ છીએ.

print

Comments

comments

VOTING POLL