રિઝર્વ બેન્કે રૂા.2,000ની નોટોનું પ્રમાણ ઘટાડવાનું શરૂ કર્યું

August 30, 2018 at 10:50 am


રિઝર્વ બેન્ક (આરબીઆઈ) રૂા.2,000ની નોટોના સંગ્રહને ઘટાડવા માટે સકર્યુલેશનમાં રહેલી આ નોટોનું પ્રમાણ ઘટાડી રહી છે, જેથી બ્લેક મની અટકાવી શકાય. હાલમાં કુલ ચલણી નોટમાં રૂા.2,000ની નોટનું પ્રમાણ અગાઉના 50 ટકાથી ઘટાડીને 37 ટકા કરવામાં આવ્યું છે, આમ ગયા વર્ષના તેના કુલ આંકડા મુજબ 2,000ની નોટના કુલ 350 કરોડ એકમમાંથી 15.1 કરોડ એકમનો ઘટાડો કરવામાં આવ્યો છે. અહેવાલો સૂચવે છે કે સિસ્ટમમાંથી 500 અને 1,000ની નોટ પરત ખેંચી લેવામાં આવ્યા બાદ રૂા.2,000ની નોટનો ગેરકાયદે સંગ્રહ થઈ રહ્યાે છે. તેનાથી વિપરતી 500ની ચલણી નોટનું પ્રમાણ વર્ષ અગાઉના 23 ટકાથી વધીને 43 ટકા થયું છે, જયારે 2015-16માં તેનો હિસ્સો 48 ટકાથી આેછો હતો. આમ 2017-18માં કુલ ઈન્ડેન્ટ ગયા વર્ષની તુલનાએ 9.1 ટકા ઉંચો હતો. પણ બેન્ક નોટનો પૂરવઠો અગાઉના વર્ષ કરતાં આેછો હતો. બેન્ક નોટનું મૂલ્ય વર્ષ દરમિયાન માર્ટ 2018ના અંતે 37.7 ટકા વધીને રૂા.18 કરોડથી વધારે થયું હતું. બેન્ક નોટનું વોલ્યુમ 2.1 ટકા વધ્યું હતું. મૂલ્યના સંદર્ભમાં જોઈએ તો માર્ચ 2018ના અંતે બજારમાં ફરતી કુલ બેન્ક નોટમાં રૂા.500 અને રૂા.2,000ની નોટનો હિસ્સો વધીને 80.2 ટકા થયો હતો, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 72.7 ટકા હતો.

આ દરમિયાન આરબીઆઈ નોટોનો જીવનકાળ અને ટકાઉક્ષમતા વધારવા માટે કોટિંગવાળી બેન્ક નોટ રજૂ કરવાનું આયોજન કરી રહી છે. પ્રારંભમાં તે પ્રાયોગિક ધોરણે રજૂ કરવામાં આવશે, તેમ આરબીઆઈએ જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક હવે આ વિચાર અંગે સરકાર સાથે સલાહમસલત કરી રહી છે.

print

Comments

comments

VOTING POLL