રિઝર્વ બેન્ક કાંઈ નક્કી નથી કરતી, નિર્ણય તો મોદી જ લ્યે છે: અમર્ત્ય સેન

January 11, 2017 at 10:35 am


ભારતીય રિઝર્વ બેન્કના બે પૂર્વ ગર્વનરો વાઈ.વી.રેડ્ડી અને વિમલ જાલાન બાદ હવે નોબેલ પુરસ્કારથી સન્માનિત અમર્ત્ય સેને કેન્દ્રીય બેન્કની સ્વાયત્તતા ઉપર સવાલ ઉઠાવતાં કહ્યું કે આજકાલ બેન્ક કોઈ નિર્ણય નથી કરતી કેમ કે તમામ નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરે છે. નોટબંધીની ટીકા કરતાં સેને વિચાર વ્યક્ત કર્યો કે કેન્દ્ર સરકાર સિસ્ટમમાંથી કાળા નાણાને દૂર કરવામાં નિષ્ફળ રહી છે.
એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સેને કહ્યું કે લોકો વિચારી રહ્યા છે કે વડાપ્રધાન કાળુ નાણું ખતમ કરવા માટે કંઈક કરી રહ્યા છે અને લોકોની આ આશાનો જ મોદીને લાભ મળતો રહેશે. 30 ડિસેમ્બર બાદ ચલણમાંથી બહાર થયેલી નોટો બદલવા પર રિઝર્વ બેન્કની રોક પર તેમણે કહ્યું કે મને નથી લાગતું આ આરબીઆઈનો નિર્ણય હોય. મારા મત મુજબ આ વડાપ્રધાનનો નિર્ણય હોઈ શકે કેમ કે આરબીઆઈ કોઈ નિર્ણય કરી જ નથી શકતી.
મોદીએ આઠ નવેમ્બરની રાતે દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે જે લોકો 30 ડિસેમ્બર સુધી પોતાની જૂની નોટ જમા નથી કરાવી શકતાં તેઓ 31 માર્ચ-2017 સુધી ભારતીય રિઝર્વ બેન્કની વિશેષ શાખાઓમાં જઈને એક સોગંદનામું કયર્િ બાદ નાણા જમા કરાવી શકશે. સેને કહ્યું કે રઘુરામ રાજનના કાર્યકાળમાં આરબીઆઈ ઘણું સ્વતંત્ર હતું અને તેના માટે આઈ.જી.પટેલ અને મનમોહનસિંહ જેવા લોકોએ સારું કામ કર્યું હતું. આ પહેલાં રેડ્ડી અને જાલાન પણ રિઝર્વ બેન્કની સ્વાયત્તતા બચાવી રાખવા પર જોર આપી ચૂક્યા છે.

print

Comments

comments

VOTING POLL