રિતિક રોશને કંગના ઉપર સેકસયુઅલ મેસેજ મોકલવાનો લગાવ્યો આક્ષેપ

October 3, 2017 at 10:36 am


થોડા સમય પહેલા જ કંગના રનૌતે એક ન્યૂઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂ બાદ કંગના અને રિતિક રોશનની વચ્ચે વિવાદ વધુ ઘેરો બન્યો હતો. તેમાં કંગનાએ રિતિક વિરૂદ્ધ અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે રિતિક રોશને કંગનાની વિરૂદ્ધ પોલિસમાં 29 પેજની ફરિયાદ નોંધાવી છે. એવું કહેવાતું હતું કે, આ બન્ને એક્ટર્સની વચ્ચેની લડાઈ ખતમ ગઈ છે. પરંતુ એક ટીવી ન્યૂઝ ચેનલે ખુલાસો કર્યો છે કે આ કેસ હજુ બંધ નથી થયો.
મીડિયા રિપોર્ટ અનુસાર રીતિકે પોતાના ફોન અને લેપટોપ પોલીસને સોંપ્યા છે. રીતિક તરફથી તેના વકીલ મહેશ જેઠમલાણી દ્વારા કરાયેલી ફરિયાદમાં લખ્યું છે કે કંગના વારંવાર તેનો પીછો કરતી હતી. અને તેણે રીતિકને પોતાનું ઇન્ટરનલ લવર જણાવ્યો હતો. જેમાં એ પણ લખાયું છે કે પોતાની શિષ્ટતા બતાવતા રીતિકે કંગનાના મેઇલ ઇગ્નોર કયર્િ હતાં. આ સાથે જ કંગના પર સેક્સ્યુઅલ મેઇલ મોકલવાનો પણ આરોપ લગાવ્યો.

આ 29 પેજના ફરિયાદ પત્રમાં રીતિકના સલાહકારે લખ્યું છે કે રીતિક અને કંગનાના પ્રોફેશનલ સંબંધો રહ્યાં છે. તેણે પોતાના અને તેના પિતાની બર્થડે પાર્ટીમાં કંગનાને એ જ રીતે બોલાવ્યો હતો. જેવી રીતે ઇન્ડસ્ટ્રીના અન્ય લોકોને બોલાવ્યા હતાં.
રીતિકના સલાહકારે કંગના તરફથી લગાવેલા દરેક આરોપ્ને ખોટા ગણાવ્યા હતાં. આ પહેલા કંગનાની ટીમ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ કેસ બંધ થઇ ચૂક્યો છે પરંતુ મુંબઇ પોલીસે ક્ધફર્મ કર્યું છે કે આ કેસ હજુ બંધ નથી થયો.

print

Comments

comments

VOTING POLL