રિયલ એસ્ટેટને જીએસટીની હદમાં લાવી શકાય : જેટલી

October 12, 2017 at 8:01 pm


નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, રિટલ અસ્ટેટને પણ જીએસટીની હદમાં લાવવાની હિલચાલ ચાલી રહી છે. આને જીએસટીની હદમાં લાવવાના મુદ્દે જીએસટી કાઉÂન્સલમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેટલીના આ સંકેતને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. હારવર્ડ યુનિવ##352;સટીમાં લેક્ચર આપતા જેટલીએ કહ્યું હતું કે, આ મામલામાં ગુવાહાટીમાં 9મી નવેમ્બરના દિવસે યોજાનારી જીએસટીની આગામી બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેટલીએ કહ્યું હતું કે, રિયલ એસ્ટેટમાં સાૈથી વધારે ટેક્સ ચોરી થાય છે જેથી તેને જીએસટીની હદમાં લાવવામાં આવે તે જરૂરી છે.

જેટલીએ ભારતમાં ટેક્સ સુધારાઆે ઉપર વાર્ષિક નિવેદન કર્યું હતું. જેટલીએ ભારતમાં ટેક્સ સુધારાઆે ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં રિયલ એસ્ટેટ એવા ક્ષેત્ર તરીકે છે જેમાં સાૈથી વધારે કરચોરી અને રોકડ રકમનાે કારોબાર થાય છે. તે હજુ પણ જીએસટીની બહાર છે. કેટલાક રાજ્યો આના ઉપર ભાર મુકી રહ્યાા છે. તેઆે વ્યક્તિગતરીતે માને છે કે, જીએસટીને રિયલ એસ્ટેટની હદમાં લાવી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, જીએસટીમાં આ સમસ્યા પર ચર્ચા કરવામાં આવશે. કેટલાક રાજ્યો આને જીએસટીની હદમાં લાવવા ઇચ્છુક છે. જેટલીએ ઉમેર્યું હતું કે, ટેક્સ હદ હેઠળ લોકોને લાવવા માટે આપવામાં આવતી છુટછાટ અને આેછા ખર્ચ થવાથી બ્લેકમનીથી ચાલનાર અર્થવ્યવસ્થાનું કદ ઘટાડી દેવામાં મદદ મળશે. નાેટબંધી પર જેટલીએ કહ્યું હતું કે, આ મૂળભૂત સુધાર તરીકે છે જે ભારતને વધુ એક ટેક્સ ચુકવનાર સમાજ તરીકે બદલી કાઢવામાં મદદરુપ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, નાેટબંધીથી ડિજિટલ લેવડદેવડ વધી છે અને આનાથી ફાયદો થઇ રહ્યાાે છે.

print

Comments

comments

VOTING POLL