રિલાયન્સની માર્કેટમૂડી હવે પાંચ લાખ કરોડથી વધુ થઇ

July 17, 2017 at 7:32 pm


શેરબજારમાં સાૈથી કિંમતી કંપની તરીકેની પ્રતિષ્ઠા ધરાવનાર રિલાયન્સે પાેતાની યશકલકીમાં આજે વધુ એક મોર પીછુ ઉમેરી લીધુ હતુ. રિલાયન્સે કારોબારના ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ લાખ કરોડની માકેૅટ મુડીનાે આંકડો હાંસલ કરી લીધો હતાે. રિલાયન્સની માકેૅટ મુડી વધીને પાંચ લાખ કરોડથી ઉપર પહાેંચી જતા રિલાયન્સના કર્મચારીઆે વધારે ખુશખુશાળ દેખાયા હતા. ટીસીએસ બાદ આ સિદ્ધી મેળવી લેનાર તે બીજી કંપની બની હતી. આજે બપાેરના કારોબાર દરમિયાન તેની માકેૅટ મુડી 505970 કરોડના આંકડા સુધી પહાેંચી ગઇ હતી. જ્યારે 459630 કરોડની માકેૅટ મુડી ધરાવનાર ટીસીએસમાં ઘટાડો જોવા મળ્યો હતાે. માકેૅટ મુડીના મામલે રિલાયન્સે હવે ટીસીએસને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. તેની માકેૅટ મુડી હવે સાૈથી વધારે થઇ ગઇ છે. ટીસીએસ છેલ્લા કેટલાક વષોૅથી માકેૅટ મુડીના મામલે નંબર વન કંપની તરીકે રહી છે પરંતુ વૈશ્વિક બજારમાં ઉથલપાથલના કારણે તેમાં ખળભળાટ મચી ગયો છે. આેઇલથી લઇને ટેલિકોમ સુધીના ક્ષેત્રમાં કારોબાર ધરાવનાર રિલાયન્સ દ્વારા ગુરૂવારના દિવસે એપ્રિલ-જુનના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. સાથે સાથે પરિણામ બાદ તેની એજીએમની બેઠક પર યોજાનાર છે.

આ બેઠક પર સમગ્ર કોપાેૅરેટ જગતની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે તેમાં કોઇ નવી જાહેરાત કરવામાં આવી શકે છે. રિલાયન્સ જીઆેની હાલમાં ઉલ્લેખનીય સફળતા રહી છે. જેના કારણે તેની માકેૅટ મુડીમાં પણ વધારો થયો છે. રિલાયન્સ છેલ્લા કેટલાક વષોૅથી મુડીરોકાણકારો માટે સાૈથી વિશ્વસનીય કંપની તરીકે રહી છે. એજીએમની બેઠકમાં અન્ય વિવિધ પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. માત્ર કોપાેૅરેટ જગતની જ નહી બલ્કે રોકાણકારોની પણ બેઠક પર નજર રહેશે.

print

Comments

comments

VOTING POLL