રિલાયન્સનો દબદબો: 100 અબજ ડોલરની કલબમાં સામેલ

July 13, 2018 at 11:09 am


ભારત પાસે હવે એવી બે કપંની છે જે 100 અબજ ડોલરના કલબમાં છે. 100 અબજ ડોલરની કલબમાં ટીએસસીની એન્ટ્રીના ત્રણ મહિનામાં મુકેશ અંબાણીની કં5ની આ કલબમાં પ્રવેશી છે. આ સાથે રિલાયન્સે છેલ્લા 10 વર્ષમાં પહેલી વખત આ સિધ્ધિ હાંસલ કરી છે.
અગાઉ રિલાયન્સનું માર્કેટ-કેપ 18 જાન્યુઆરી, 2018ના રોજ 100 અબજ ડોલર થયું હતું. સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ જીઓના લોન્ચિંગ પછી રિલાયન્સના માર્કેટ-કેપમાં બમણો ઉછાળો નોંધાયો છે. બ્લૂમબર્ગ બિલયનેર્સ ઈન્ડેકસ પ્રમાણે મુકેશ અંબાણીની સંપત્તિ 42 અબજ ડોલરને વટાવી ગઈ છે. અંબાણી રિલાયન્સમાં 47 ટકા હિસ્સો ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે પિયાના મૂલ્યમાં ડોલર સામે 7.5 ટકાના ઘટાડા છતાં રિલાયન્સનું વેલ્યુએશન 100 અબજ ડોલરને વટાવી ગયું છે. રિલાયન્સ જીઓ લોન્ચિંગના 15 મહિનામાં જ નફાકારક બની છે. કંપ્નીએ માત્ર દોઢ વર્ષમાં 21 કરોડ ગ્રાહક મેળવી લીધા છે. રિલાયન્સના કાર્યકારી નફા અને ગ્રોસ રિફાઈનિંગ માર્જિનમાં સતત વધારો નોંધાયો છે. રિલાયન્સે રિફાઈનરી ઓફ ગેસ ક્રેકર પ્લાન્ટની ક્ષમતામાં વધારો કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL