રિલાયન્સ જિયોએ 1 કરોડ ગ્રાહક ઉમેર્યા, એરટેલે 10 લાખ ગુમાવ્યા

January 3, 2019 at 10:52 am


મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઈન્ફોકોમે આેકટોબરમાં 1.05 કરોડ ગ્રાહકો ઉમેરીને તેના કુલ ગ્રાહકોની સંખ્યા 26.3 કરોડે પહાેંચાડી છે. ટેલિકોમ માર્કેટમાં ચાલી રહેલા ભાવયુÜને કારણે જૂની કંપનીઆે વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ આેકટોબરમાં અનુક્રમે 70.36 લાઅ ને 10.86 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતાં.

અત્યારે ત્રીજા ક્રમે આવતી રિલાયન્સ જિયોનો બજાર હિસ્સો સપ્ટેમ્બરમાં 21.57 ટકા હતો, જે આેકટોબરના અંતે વધીને 22.46 ટકા થયો હતો જયારે માર્કેટની લીડર વોડાફોન આઈડિયા તથા બીજા ક્રમની ભારતી એરટેલનો બજાર હિસ્સો ઘટયો હતો એમ ટેલિકોમ રેગ્યુલેટરી આેથોરિટી આેફ ઈન્ડિયા (ટીઆરએઆઈ) દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા પરથી જાણવા મળે છે. આેકટોબરમાં વોડાફોન આઈડિયાનો બજારહિસ્સો 36.55 ટકા થયો હતો જે સપ્ટેમ્બરમાં 37.2 ટકા હતો. સુનિલ મિત્તલની ભારતી એરટેલનો બજારહિસ્સો 29.38 ટકાથી ઘટીને 29.2 ટકા થયો હતો.

નિષ્ણાતોને ભય છે કે, વોડાફોન આઈડિયા આગામી મહિનામાં પણ ગ્રાહકો તથા આવક બન્નેમાં ઘટાડો નાેંધાવાનું ચાલુ રાખશે કારણ કે, વોડાફોન અને આઈડિયા તેમના મર્જરને કારણે તેમના મોબાઈલ નેટવકર્સ અને અન્ય બિઝનેસને એકબીજામાં ભેળવવાની પ્રક્રિયા પર ફોકસ કરી રહી છે. આેકટોબના અંત સુધીની માહિતી પ્રમાણે, કુલ 42.76 કરોડ ગ્રાહકો સાથે વોડાફોન આઈડિયા દેશની નં.1 કંપની છે જયારે ભારતી એરટેલ 34.16 કરોડ ગ્રાહકો સાથે બીજા ક્રમે છે. બીએસએનએલ એ આેકટોબરમાં 3.6 લાખ ગ્રાહકો ઉમેર્યા હતા જયારે ટાટા ટેલિસવિર્સિસે 9.2 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા. ભારતના કુલ મોબાઈલ અને લેન્ડલાઈન ગ્રાહકોની સંખ્યા 0.05 ટકા વધીને આેકટોબરના અંતે 1.192 અબજ થઈ હતી.

print

Comments

comments

VOTING POLL