રિલાયન્સ જીઆે ગુજરાતમાં બધી હોસ્પિટલ અને કોલેજ સાથે જોડશે

January 10, 2017 at 8:53 pm


વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આજે પરંપરાગતરીતે શરૂઆત થઇ હતી. ટોચના ઉદ્યાેગપતિઆેએ પાેતાના બિઝનેસ કારોબારીને લઇને જુદી જુદી જાહેરાતાે કરી હતી. ભારતના સાૈથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના વડા મુકેશ અંબાણીએ પાેતાના સંબાેધનમાં કહ્યું હતું કે, દિવાળી સુધી સમગ્ર ગુજરાતમાં જીઆે ફોરજી નેટવર્કને શરૂ કરી દેવામાં આવશે. તમામ વાઈબ્રન્ટમાં હાજર રહેવાનું તેમને સાૈભાગ્ય મળ્યું છે. આને લઇને તેઆે ગર્વ અનુભવી રહ્યાા છે. પાેતાના સંબાેધનમાં મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું હતુ કે, ગુજરાત ભારતમાં સાૈથી વધારે એફડીઆઈ ધરાવતું રાજ્ય છે. રિલાયન્સ એક ગુજરાતી કંપની છે તેને લઇને તેઆે ગર્વ અનુભવ કરે છે. અંબાણીએ પાેતાના સંબાેધનમાં ઉમેર્યું હતું કે, તેમના પિતા ધીરુભાઈ અંબાણી સૌરાષ્ટ્રમાં જન્મ્યા હતા અને ત્યાંથી તેમના બિઝનેસ કારોબારની શરૂઆત કરી હતી. મુકેશ અંબાણીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ભરપુર પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, વડાપ્રધાને દેશને ટૂંકાગાળામાં જ નવી ઉંચાઈ ઉપર પહાેંચાડવામાં ભૂમિકા ભજવી છે. લોકોના દિમાગને ખુબ ટુંકાગાળામાં બદલીને ક્રાંતિ કરી છે. તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે, આવનાર સમયમાં જીઆે દ્વારા દુકાન અને મોલમાં જીઆે દ્વારા કેશલેસની સુવિધા વિકસિત કરવામાં આવશે. તેમણે અન્ય વિષય ઉપર પણ વાત કરી હતી. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, રિલાયન્સ જીઆે દરેક સ્કૂલ, કોલેજ, મેડિકલ સંસ્થાઆે અને હોÂસ્પટલ સાથે જોડાઈ જશે. ચાર વર્ષના ટુંકાગાળામાં રિલાયન્સ દ્વારા 125000 કરોડનું રોકાણ કરવામાંં આવ્યું છે. તેમણે એમ પણ રહ્યું હતું કે, વડાપ્રધાને પહેલા ગુજરાતમાં અને હવે દેશને બદલવાના તમામ પ્રયાસ કરી રહ્યાા છે.

ઇતિહાસ વડાપ્રધાનને ટ્રાન્સફોર્મર પીએમ તરીકે યાદ રાખશે. ગુજરાતમાં અમારુ એકંદરે રોકાણ 240000 કરોડનું છે જે પૈકી 125000 કરોડનું રોકાણ છેલ્લા ચાર વર્ષમાં આવ્યું છે. વડાપ્રધાને વાઇબ્રન્ટ સમિટની આજે પરંપરાગતરીતે શરૂઆત કરી હતી. ત્યારબાદ જુદા જુદા ઉદ્યાેગપતિઆે સાથે વાતચીત કરી હતી. મોદી સાંજે 4.11 વાગે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા મહાત્મા મંદિરમાં પહાેંચ્યા હતા. એ વેળા ટોચના ઉદ્યાેગપતિઆે પણ ઉપસ્થિત રહ્યાા હતા. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, અમે રિન્યુએબલ એનજીૅ અને કૃષિ સેક્ટરમાં ક્ષમતામાં વધારો કરવા જઇ રહ્યાા છે. તેમના કહેવા મુજબ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન એવી પહેલ છે જેનાથી ભારતીયોના વલણ બદલાયા છે. ભારત આજે નવા યુગ તરફ વધી રહ્યું છે અને મોદી આનું નેતૃત્વ કરી રહ્યાા છે. ડિજિટલ ઇન્ડિયાને લઇને ક્રાંતિ આવી રહી છે. મુકેશ ંબાણીએ ગુજરાતીના કેટલાક શબ્દોનાે ઉલ્લેખ કયોૅ હતાે. તેઆેએ મુખ્યમંત્રીનાે આભાર માન્યાે હતાે. ગુજરાતે વાઇબ્રન્ટ ગુજરાત મારફતે પાેતાની કુશળતા હંમેશા દશાૅવી છે. અંબાણીએ પાેતાના કારોબારની વાત કરતા કહ્યું હતું કે, વિશ્વમાં પેટ્રાે કેમિકલ્સ સેક્ટરમાં સાૈથી મોટા વિસ્તરણ તરીકે અમે આગળ વધી રહ્યાા છીએ. આ પ્રાેજેક્ટ પર એક લાખથી વધુ લોકો કામ કરી રહ્યાા છે. જામનગરમાં વિશ્વની સાૈથી મોટી રિફાઈનરી કોમ્પ્લેક્ક્ષ છે. ગુજરાત સાથે અમારી ભાગીદારી વિવિધ ક્ષેત્રોમાં છે જેમાં નાના અને મધ્યમ ઉદ્યાેગ સાહસિકોનાે સમાવેશ થાય છે. ટેક્સટાઇલ, પ્લાસ્ટીક, રિટેલનાે સમાવેશ થાય છે. ભારતમાં રિલાયન્સ ગ્રાહકો 90 દિવસથી પણ આેછા ગાળામાં 50 લાખથી ઉપર પહાેંચ્યા છે.

print

Comments

comments

VOTING POLL