રિલાયન્સ જીઓ દરરોજ 1.5 જીબી વધારે ડેટા આપશે

June 13, 2018 at 11:08 am


રિલાયન્સ જીઓએ તેના ટેરિફ પ્લાનમાં સુધારો કર્યો છે જેમાં જૂનના અંત સુધીમાં પેક રિચાર્જ કરાવનાર ગ્રાહકોને વધારાનો દૈનિક 1.5 જીબી ડેટા પુરો પાડશે. ભારતી એરટેલ તાજેતરમાં વધારે ડેટા ઓફર કરતો પ્લાન રજૂ કયર્િ પછી તરત રિલાયન્સ જીઓએ તેનો પ્રતિભાવ આપ્યો છે. ટેલિકોમ સેકટરમાં ટેરિફ વોર હજુ પૂર્ણ નથી થયું તેવા સંકેત મળ્યા છે.
રિલાયન્સ જીઓ સપ્ટેમ્બર 2016માં લોન્ચ કરવામાં આવ્યુ ત્યારથી અત્યાર સુધીમાં તેણે 18.6 કરોડ ગ્રાહકો મેળવ્યા છે. જીઓના એપ અથવા ડિજિટલ વોલેટનો ઉપયોગ કરીને ા.300થી ઓછું રિચાર્જ કરાવનારને 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે જયારે તેનાથી વધારે રકમનું રિચાર્જ કરાવનારને ા.100નું ડિસ્કાઉન્ટ મળશે. આ પગલાથી 12 જૂનથી લઈને જૂનના અંત દરમિયાન ડેટા વોઈસ પેકનો અસરકારક ખર્ચ ઘટશે. ભારતી એરટેલ દ્વારા આપવામાં આવતી આવી ઓફર્સનો સામનો કરવા માટે જીઓએ ફરીથી ટેરિફમાં સુધારો કર્યો છે. બ્રોકરેજ હાઉસ આઈઆઈએફએલ ખાતે માર્કેટસ અને કોર્પોરેટ અફેર્સના એક્ઝિકયુટીવ વાઈસ પ્રેસિડેન્ટ સંજીવ ભવિને કહ્યું કે, બ્રેડ અને બટર કેટેગરમાં જીઓ માર્કેટને ખતમ કરી રહ્યું છે. ટેરિફ પરના દબાણમાં કોઈ ઘટાડો નથી થઈ રહ્યો તેમ લાગે છે. જીઓને મેના મધ્યમાં અન્ય ટેરિફ વોરની શઆત કરી હતી જેમાં તેણે ા.199માં એક નવા પોસ્ટપેઈડ પ્લાનની રજૂઆત કરી હતી. હાલની ટેલિકોમ કંપ્નીઓના પ્લાન કરતાં તેના દર ઘણા નીચા હતા. સર્વિસની શઆત કયર્નિા માત્ર 19 મહિના બાદ ટેલિકોમ કંપ્ની રેવન્યુ માર્કેટ શેરની દ્રષ્ટિએ ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની છે. તેણે આરએમએસ (રેવન્યુ માર્કેટ શેર)માં આઈડિયાને પાછળ રાખી દીધી છે. તેના માટે જીઓની આક્રમક પ્રાઈસિંગ નીતિ જવાબદાર છે. એનાલિસ્ટસ મુજબ ભારતી વોડાફોન અને આઈડિયાની એવરેજ રેવન્યુ પર યુઝર (એઆરપીયુ)માં એક વર્ષમાં અનુક્રમે સાત, બે અને આઠ સર્કલમાં 45 ટકા કરતાં વધારે ઘટાડો થયો હતો. જયારે એકંદરે ઉદ્યોગનું એઆરપીયુ ગયા એક વર્ષમાં 20 ટકા કરતાં વધારે ઘટયું છે. વર્ષના છેલ્લા છ મહિનામાં પ્રાઈસિંગ સ્થિર થશે. નવા પ્લાન પ્રમાણે કોઈપણ ડેઈલી રિકરિંગ રિચાર્જ પેક ખરીદનાર ગ્રાહકને જીઓ દૈનિક 1.5 જીબી વધારાનો 4-જી ડેટા ઓફર કરશે. ઉ.દા., તરીકે ા.449 પર ા.149નુ રિચાર્જ કરવાથી યુઝરને દૈનિક 1.5 જીબીના બદલે 3 જીબી ડેટા મળશે. ા.498ના પેક પર ા.198નું રિચાર્જ કરાવનારને દૈનિક વધારાનો બે જીબી ડેટા મળશે. એટલે કે આવા ગ્રાહક દૈનિક 3.5 જીબી ડેટાનો વપરાશ કરી શકશે.

print

Comments

comments

VOTING POLL