રિલીઝ થયું સની લિયોનીની બાયોપિકનું ટીઝર, જોવા મળ્યું એવું જે અત્યાર સુધી ન સાંભળ્યું

July 2, 2018 at 7:33 pm


કરણજીત કૌર ઉર્ફે સની લિયોની હવે કોઈના પરિચયની મોહતાજ નથી. સનીએ પહેલા એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને હવે બોલિવુડમા પગ મૂક્યો. ભારતમાં તે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટી બની ગઈ છે, તો તેના અનેક શો વિવાદોમાં પણ રહ્યા. ત્યારે હવે સની લિયોની પોતાની બાયોપિકની સાથે આવવાની છે. આ એક વેબ સીરિઝ છે, જેનું નામ કરણજીત કૌર, ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની છે. તેમાં ખુદ સની લિયોની પાત્ર ભજવી રહી છે. આ વેબ સીરિઝનું ટીઝર સામે આવી ગયું છે. લગભગ 40 સેકન્ડના આ વીડિયોમાં સની લિયોનીના બે બિલકુલ અલગ એન્ગલ જોવા મળી રહ્યા છે.આ વેબ સીરિઝ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહી હતી. સની લિયોની પણ સમય-સમય પર તેના સેટ પરથી તસવીરો શેર કરતી હતી. હવે તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટીઝર શેર કર્યું છે. આ ટીઝરની સાથે કેપ્શનમાં સનીએ લખ્યું છે, મારી જિંદગીની જલ્દી જ એક ખુલ્લુ પુસ્તક બની જશે.

print

Comments

comments

VOTING POLL