રિલીઝ પહેલા વિવાદોમાં આવી શાહરુખ ખાનની ‘ઝીરો’ અકાલી દળે પોલીસમાં કરી ફરિયાદ

November 6, 2018 at 10:59 am


દિલ્હી અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન વિરુÙ ધામિર્ક ભાવનાઆેને ઠેસ પહાેંચાડવાના મામલામાં કેસ નાેંધાવ્યો છે. આરોપ છે કે શાહરુખે ઝીરો ફિલ્મના પોસ્ટમાં કિરપાણ ધારણ કર્યું છે.

નાર્થ એવન્યૂ પોલીસ સ્ટેશમમાં નાેંધાવેલી ફરિયાદમાં ધારાસભ્ય સિરસાએ જણાવ્યું કે, તેમને શીખ સંગતમાંથી ખૂબ મોટી સંખ્યામાં ફરિયાદ મળી છે, જેમાં આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોના પ્રાેમોને કારણે શીખ ભાવનાઆેને ઠેસ પહાેંચાડéાની વાત કરવામાં આવી છે. તેમણે પોલીસને જણાવ્યું કે, શીખમાં માત્ર અમૃતધારી વ્યિક્ત જ કિરપાણ ધારણ કરી શકે છે.

અકાલી દળના ધારાસભ્યએ પોલીસમાં આવેદન આપ્યું કે, તે ફિલ્મના ડાયરેક્ટર આનંદ રાય અને અભિનેતા શાહરુખ ખાન વિરુÙ કેસ દાખલ કરે. તેમણે અપીલ કરી કે ફિલ્મ ઝીરોના પ્રાેમો જેમાં શાહરુખ ખાન કિરપાણ પહેરેલો જોવા મળે છે તેને બંધ કરાવવામાં આવે.

સિરસાએ કહ્યું કે, અમે તે ક્યારેય સહન ન કરી શકીએ કે, કોઈપણ ફિલ્મ અભિનેતા શીખોના કાક્કરન અને અન્ય ધામિર્ક મહત્વવાળી વાતોને ખોટી રીતે રજૂ કરે. તેમણે કહ્યું કે, આ પ્રાેમોમાં ન તે માત્ર ફિલ્મ એક્ટર કિરપાણ ધારણ કરેલો દેખાઈ છે પરંતુ તેમાં તે હસે છે જેનાથી અમારા ધર્મની મજાક ઉડવાનું પ્રતીત થાય છે.

ફિલ્મ ઝીરો એક રોમેન્ટીક ડ્રામા ફિલ્મ છે, જેની કહાની હિમાંશુ શમાર્ દ્વારા લખવામાં આવી છે. જ્યારે ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ રાય કરી રહ્યાં છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થશે. તેમાં અનુષ્કા શમાર્ અને કેટરીના કેફ જેવા સ્ટાર મુખ્ય ભૂમિકામાં છે. જાણવા મળેલી વિગતો મુજબ ઝીરો એક એવી સ્ટોરી છે જે કોઈપણ જિંદગીની ખામીનો જશ્ન મનાવે છે.

આશરે 6 વર્ષ બાદ અનુષ્કા શમાર્, કેટરીના કેફ અને શાહરુખ ખાન એક સાથે મોટા પડદા પર દેખાશે. આ સાથે સલમાન ખાન આ ફિલ્મમાં કૈમિયોનો રોલ કરતો જોવા મળશે.

print

Comments

comments

VOTING POLL