રિવરફ્રન્ટ પર કપલનાે તાેડ કરતાે નકલી પાેલીસ આખરે ઝડપાઇ ગયો

February 1, 2018 at 1:37 pm


શહેરની આેળખ સમા સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રેમીપંખીડા-કપલ શાંતિની એકાંત પળો માણી રહ્યાા હોય છે ત્યારે તેમનાે તાેડ કરતા અસામાજિક તત્વોની રંજાડગતિ ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે ત્યારે રિવરફ્રન્ટ વેસ્ટ પાેલીસ સ્ટેશનની હદમાં નદી કિનારે પ્રેમમાં મશગૂલ યુગલને પાેલીસ હોવાનું કહી એક શખ્સે તેમની પાસેથી તાેડ કરવાનાે પ્રયાસ કયોૅ હતાે પરંતુ આ કપલની સગાઇ થઇ ગઇ હોવાથી તેમણે ડર્યા વિના હિંમત દાખવી સ્થાનિક પાેલીસને જાણ કરી દેતાં પાેલીસે નકલી પાેલીસ બની તાેડ કરતી ગેંગના શખ્સને ઝડપી લીધો હતાે અને તેની વિરૂધ્ધ જરૂરી ગુનાે નાેંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પર એકાંતની પળો માણી રહેલા પ્રેમી પંખીડા કે યુગલોને નકલી પાેલીસ કે પત્રકારના બહાને તાેડ કરવાની કે ઠગવાની હેરાનગતિના અનેક કિસ્સા સામે આવ્યા હતા. સ્થાનિક પાેલીસ સમક્ષ પણ વારંવાર આ અંગેની ફરિયાદો અને રજૂઆતાે મળી હતી. જો કે, તેમછતાં રિવરફ્રન્ટ વિસ્તારમાં આવા અસમાજિક તત્વોની લુખ્ખાગીરી ચાલુ જ રહી છે. તેનાે તાજો કિસ્સાે પ્રકાશમાં આવ્યો કે, જેમાં નકલી પાેલીસ બની એક શખ્સે રિવરફ્રન્ટ પર બેઠેલા એક કપલનાે તાેડ કરવાનાે પ્રયાસ કરી તેમને ધમકાવ્યા હતા. જો કે, આ યુગલની સગાઇ થઇ ગઇ હોવાથી તેઆે નકલી પાેલીસની ધમકીને વશ કે તાબે થયા ન હતા. આ કપલે ભારે હિંમત દાખવી સ્થાનિક પાેલીસને આ અસામાજિક તત્વની રંજાડગતિની ફરિયાદ કરી હતી, જેને લઇ પાેલીસે તાત્કાલિક નકલી પાેલીસ બની આવેલા શખ્સની ધરપકડ કરી તેની વિરૂધ્ધ જરૂરી ગુનાે નાેંધી વધુ તપાસ હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL