રિવર્સ ચાર્જ મિકેનિઝમ રદ કરવાની ભલામણ

July 9, 2018 at 7:05 pm


ઉદ્યાેગ જગત માટે મોટી રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સીલના મંત્રીમંડળે રિવર્સ ચાર્જ મિકેનિઝમ (આરસીએમ)ને ખતમ કરવાની ભલામણ કરી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીની અધ્યક્ષતાવાળા મંત્રીમંડળનું કહેવું છે કે આરસીએમની જોગવાઈવાળા સીજીએસટી કાયદાની કલમ 9(4)ને ખતમ કરી તેની જગ્યાએ નવી કલમ જોડીને જીએસટી કાઉન્સીલને આ અધિકારી આપવામાં આવે કે જીએસટીમાં રજિસ્ટર્ડ વેપારીઆેમાંથી કઈ શ્રેણીના કારોબારીઆે માટે આરસીએમ લાગુ કરી શકાય. એક અન્ય મંત્રીમંડળે ડિઝિટલ પેમેન્ટ પર જીએસટીમાં બે ટકા છૂટ આપવા સંબંધી મોદી સરકારના પ્રસ્તાવને પણ રદ કરવાની ભલામણ કરી છે.

જીએસટી કાઉન્સીલે બન્ને વિષયો પર વિચાર કરવા માટે સુશીલકુમાર મોદીની અધ્યક્ષતાવામાં બે અલગ અલગ મંત્રીમંડળની રચના કરી હતી. રવિવારે બે મંત્રીમંડળોની અહી બેઠક મળી હતી જેમાં આ ભલામણો કરવાનો નિર્ણય લેવાયો હતો. સુશીલ મોદીએ કહ્યું કે મંત્રીમંડળ પોતાની ભલામણોને હવે 21 જૂલાઈએ વીડિયો કોન્ફરન્સીગથી થનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં રાખશે. આરસીએમ પર મંત્રીમંડળની ભલામણ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કેમ કે ઉદ્યાેગ જગત તેને લઈને અસહજ સ્થિતિ અનુભવી રહ્યાે છે. એટલા માટે તેનું ક્રિયાન્વયન 30 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવ્યું છે. સીજીએસટી અને એસજીએટી કાયદાની કલમ 9(4) હેઠળ રિવર્સ ચાર્જ મિકેનિઝમની જોગવાઈ છે પરંતુ તેના ક્રિયાન્વયનને લઈને નાના અને મોટા વેપારીઆેને વાંધો રહ્યાે છે. આ જ કારણ છે કે જીએસટી કાઉન્સીલે પહેલાં 6 આેક્ટોબર 2017માં મળેલી બેઠકમાં આરસીએમના નિયમોને 31 માર્ચ 2018 સુધી અને ત્યારબાદ 10 માર્ચ 2018માં મળેલી બેઠકમાં 30 જૂન સુધી ટાળવાનો નિર્ણય લીધો છે. જો કેત્યારે પણ સ્થિતિ અનુકુળ ન જોઈ તેનું ક્રિયાન્વયન 30 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL