રૂપાણી આજે 9 ગણેશ પંડાલની મુલાકાત લેશેઃ રાત્રી રોકાણ રાજકોટમાં

September 14, 2018 at 2:54 pm


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બપોરે રાજકોટ આવી પહોચ્યા છે. તેજસ્વી વિદ્યાર્થીઆેના સન્માન અને કલા મહાકુંભના ઉદ્ઘાટનના કાર્યક્રમો પુરા કર્યા બાદ સાંજે 7-00 વાગ્યાથી વિવિધ ગણેશ પંડાલોની મુખ્યમંત્રી મુલાકાત લેશે. મોડી રાત સુધી તેઆે વિવિધ ગણેશ પંડાલોમાં જવાના છે અને રાત્રી રોકાણ રાજકોટમાં કરશે. મુખ્યમંત્રી જે ગણેશ પંડાલની મુલાકાત લેવાના છે તેમાં ચમત્કારીક હનુમાનજી (એ.જી.ચોક), શિવશિક્તકા રાજા, જીવંતીકાનગર કા નગર કા રાજા, પોલીસ હેડકવાર્ટર, રેસકોર્સ (ભાજપ આયોજિત), ચંપક નગર કા રાજા, ત્રિકોણ બાગકા રાજા, રાજકોટ કા રાજા અને ભૂદેવ સેવા સમિતિના આયોજનની મુલાકાત લેશે.

print

Comments

comments

VOTING POLL