રૂપિયામાં ઘટાડો : કાર, ટીવી વધારે માેંઘા થાય તેવા એંધાણ

July 25, 2018 at 8:32 pm


જીએસટી કાઉÂન્સલની બેઠકમાં હાલમાં જ ટેક્સમાં કાપ મુકવામાં આવ્યા બાદ એવી અપેક્ષા જાગી હતી કે, ટીવી અને કાર જેવી ચીજો સસ્તી થશે પરંતુ આના ઉપર હવે પાણી ફરી જાય તેવી શક્યતા છે. આનું મુખ્ય કારણ એ છે કે, રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યાાે છે જેના પરિણામ સ્વરુપે આ પ્રાેડક્ટ સાથે જોડાયેલા પાર્ટની આયાત માેંઘી સાબિત થઇ રહી છે. હવે ટીવી અને કાર બનાવતી કંપનીઆે કિંમતાેમાં વધારો કરવા વિચારણા કરી રહ્યાા છે. અમેરિકામાં વ્યાજદરમાં થયેલા વધારા અને ટ્રેડવોરના પરિણામ સ્વરુપે અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ ગયા છે. છેલ્લા કેટલાક મહિનામાં ડોલરમાં મજબૂતી આવી છે. રૂપિયાની સરખામણીમાં ડોલર ખુબ મજબૂત થઇ રહ્યાાે છે. રૂપિયો હાલના દિવસાેમાં એશિયામાં સાૈથી નિરાશાજનક દેખાવ કરનાર કરન્સી પૈકી એક છે. આ સ્થિતિથી સંકેત મળે છે કે, રૂપિયામાં ઘટાડાનાે દોર આગામી થોડાક દિવસ સુધી જારી રહી શકે છે. રૂપિયામાં ઘટાડો થવાના પરિણામ સ્વરુપે આયાત માેંઘી થઇ છે. સ્થાનિક કંપનીઆે માટે ઉત્પાદનનાે ખર્ચ વધી રહ્યાાે છે. મારુતિ સુઝુકીના સિનિયર અધિકારી કાલ્સીનું કહેવું છે કે, રૂપિયામાં ઘટાડો થવાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બની ગઈ છે. કિંમતાેમાં મૂલ્યાંકન કરી શકાય છે.
દેશની સાૈથી મોટી કાર બનાવતી કંપની મોટાપાયે સ્થાનિક સ્થરે નિમાૅણનું કામ કરે છે પરંતુ હવે ખરીદી અથવા તાે ત્યારબાદ વેન્ડસૅની ખરીદી માટે ડોલર ઉપર આધાર રાખવાની જરૂર પડે છે. કંપનીને બહારથી ઇલેક્ટ્રીકલ ઇનર પાર્ટ, ઇસીયુ, એન્જિન અને ટ્રાન્સમિશન પાર્ટ મંગાવવા પડે છે. કંપની તરફથી સુઝુકીને રોયલ્ટી પણ ચુકવવાની હોય છે. આવી સ્થિતિમાં હાલત કફોડી બની ગઈ છે. ટોયોટો તરફથી પણ આવી જ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL