રૂપિયા 5.40 લાખની ઉઠાંતરીને સગીર સહિત ત્રણએ અંજામ આપ્યો
માર્કેટીગ યાર્ડના વેપારી બાઇકના હેન્ડલ પર પૈસા ભરેલી થેલી ટીગાડી મોબાઇલ પર વાત કરી રહ્યા હતા ત્યારે ગઠીયાઆે કળા કરી ગયા
મહુવા શહરેનાં કુબેરબાગ વિસ્તારમાં બાઇક પર બેસી મોબાઇલ ફોનમાં વાત કરી રહેલા યુવાનની નજર ચુકવી હોન્ડાનાં હેન્ડલ પર ટીગાડેલ રોકડા રૂપિયા 5.40 લાખ સાથેની થેલીની એક સગીર સહિત ત્રણ શખ્સો ચોરી કરી બાઇક પર નાસી છુટéાની ફરિયાદ નાેંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જો કે, ઘટનાના 24 કલાક બાદ પણ શખ્સો હજુ પોલીસ પકડથી દુર રહ્યા છે.
મહુવા પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ મહુવાનાં મહાકભાળી નગરની સ્નેહદિપ સોસાયટીનાં પ્લોટ નંબર 18માં રહેતા સંકેતભાઇ બાલુભાઇ ભાલાલા (ઉ.વ.39)એ મહુવા પોલીસ મથકમાં એવી ફરિયાદ નાેંધાવી હતી કે, મહુવાની એચડીએફસી બેંકમાંથી રોકડ રકમ રૂપિયા 5.40 લાખ ઉપાડી કપડાની થેલીમાં રાખી થેલી પોતાનાં બાઇકનાં હેન્ડલમાં રાખી કુબેરબાગ મેઘદુત રોડ પર ઉભા રહી મોબાઇલ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે પાછળથી બાઇક પર આવેલ એક સગીર સહિત ત્રણ અજાÎયા શખ્સો પોતાની નજર ચુકવી બાઇકનાં હેન્ડલમાં રાખેલ રૂપિયા 5.40 લાખ સાથેની થેલીની ચોરી કરી નાસી છુટéા હતા.સંકેતભાઇએ નાેંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે સગીર સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ જુદી-જુદી કલમો હેઠળ ગુનો નાેંધી સીસીટીવી ફºટેઝ ચકાસી ત્રણેયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી જો કે, ઘટનાનાં 24 કલાક બાદ પણ થેલીની ચોરી કરી નાસી છુટનારા શખ્સો પોલીસને હાથ લાગ્યા નથી.