રૂપિયો બન્યાે બિચારો

May 12, 2018 at 2:12 pm


છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે સતત ધોવાઈ રહેલો રુપિયો 70ની સપાટીએ મતલબ કે, 1 ડોલર બરાબર 70 રુપિયાના લેવલે આવી જાય તેવી સ્થિતી ઉભી થઈ છે. અમેરિકી ડોલર સામે ભારતીય રુપિયો સતત ગગડી રહ્યાે છે. હાલ તે છેલ્લા 15 માસનાં તળિયાની સપાટીએ સ્પશ} ચૂક્યો છે. ક્રૂડના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે. તેના કારણે ભારતે ક્રૂડની ખરીદી માટે વધારે ડોલર ખર્ચવા પડે તેમ હોવાથી રુપિયા પર એટલું દબાણ વધારે આવશે તેવી આશંકાઆે વ્યક્ત થઇ રહી છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારો ઇક્વિટી અને દેવાં સાધનો બંનેમાંથી પોતાનું રોકાણ મોટાપાયે પાછું ખેંચી રહ્યા છે.

રુપિયાનું મૂલ્ય આેછું થાય તો આપણી આયાત માેંઘી થઈ જાય. ક્રુડ જેવી કેટલીક વસ્તુઆેની આયાતમાં કાપ મૂકવો કોઈ કાળે શક્ય નથી, જેથી આપણી ચાલુ ખાતાની ખાધમાં ગાબડું પડે. નબળા રુપિયાના કારણે આપણને ક્રુડની આયાત માેંઘી પડે, પરિણામે પેટ્રાેલ-ડીઝલ માેંઘા થાય, અને પેટ્રાેલ-ડીઝલના ભાવમાં વધારો થતાં શાકભાજી, દૂધ તેમજ અન્ય જીવનજરુરી વસ્તુઆેનું ટ્રાન્સ્પોર્ટેશન પણ માેંઘું થઈ જાય.

એક અહેવાલ અનુસાર ગત એપ્રિલથી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો 3.85 અબજ ડોલર પાછા ખેંચી ચૂક્યા છે. તેના કારણે પણ રુપિયા પર દબાણ આવી રહ્યું છે. અગાઉ, કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે રુપિયાનું મૂલ્ય ઘટતું હતું તેટલીવાર હાલના વડાપ્રધાન અને ત્યારના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપી નેતાઆે રુપિયાનું મૂલ્ય જાળવવા બાબતે કેન્દ્ર સરકાર નિષ્ફળ જઇ રહી હોવાની ફરિયાદો કરતા હતા. રુપિયો તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંઘની વય તરફ આગળ વધી રહ્યાે હોવાની મજાકો થતી હતી. પરંતુ, હવે રુપિયો ઘસાઇ રહ્યાે છે ત્યારે એ નેતાાઆે શાને કારણે આવું થાય છે અને આ પરિસ્થિતિ સુધારવા માટે સરકાર શું કરી રહી છે તે વિશે કશું બોલવા તૈયાર નથી.

print

Comments

comments

VOTING POLL